________________ 340 ભીમસેન ચરિત્ર યુવાન તે વિચારમાં પડી ગ. શું કરવું? રાણી પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું. તમે જે મારા દિલની આગ શાં નહિ કરે તે તમારી યાદમાં ને તમારા વિરહમાં હું માર પ્રાણને પણ ત્યાગ કરી બેસીશ. મારા મૃત્યુનું કારણ તને જ બનશે. તમને સ્ત્રીહત્યાનું મહાપાપ લાગશે. માટે માર હૃદયના ચેર! તમે જરૂર થી મારી આશા અને કામના પૂરી કરવા સત્વરે આવી પહોંચજે. આ પત્ર વાંચી યુવાનને પોતે ક્યાંક સાંભળેલું યાર આવ્યું. તેણે કયાંક સાંભળ્યું હતું, કે કામીજનોની દશ દશાઓ હોય છે. શરીરમાં વિકાર ઉત્પન્ન થયા પછી ધીમે ધીમે એ દશ દશામાંથી પસાર થાય છે. પહેલાં તેના મનમાં ચિંતા થાય છે. મનમાં એ વ્યગ્ર બને છે. આમ પત્રના વિચારમાં જ એ નિશદિન ડૂબેલે રહે છે. એ પછી અનુક્રમે બીજી દશામાં સંગની ઈચ્છા થાય છે. ત્રીજી દિશામાં તે ગરમ ગરમ શ્વાસ લે છે ને કાઢે છે. ચેથી દશામાં તેને ઝીણો તાવ આવે છે. શરીર ગરમ 23 છે. પાંચમી દશામાં આખા શરીરે તેને બળતરા થાય છે. અંગેઅંગ તેનું વિહવળ બને છે. કયાંય તેને ચેન પડતું નથી. આમ થવાથી છઠ્ઠી દશામાં ભોજન પ્રત્યે તેને અરુચિ થાય છે. ખાવાનું ભાવતું નથી. ખાવા બેસે છે તે પૂરતું ખવાતું નથી. સાતમી દશામાં તેથી તેને મૂચ્છ આવે છે. એ શૂન્યચિત્ત બની જાય છે. તેનું મન કશાયમાં ગોઠd નથી. અને આવીને આવી દશા વધુ રહેતાં તે આઠમી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust