________________ 19 રામ અને લક્ષ્મણ એ પીડા હતી. સ્વપ્નના ફળાદેશને જન્મ થવાની એ પૂર્વ - તૈિયારી હતી. પરિચારિકાઓ પ્રિયદર્શનાની તહેનાતમાં ખડે પગે ઊભી હતી. અને વેદનાને શાંત કરવા પ્રયાસ કરી રહી હતી અને રાણીને મીઠા ને મધુરા બોલ બેલી આશ્વાસન આપી રહી હતી. એક ધીમી ને તીણી ચીસ પાડી પ્રિયદર્શના સુવર્ણ શયામાં શાંત પડી રહી, પ્રસવ થઈ ગયે. નવજાત શિશુ ઉં....ઉ...ઉં રડીને તેના આગમનની જાણ કરવા લાગ્યું. પરિચારિકાઓએ તરત જ શિશુને હાથમાં હળવેથી લઈ લીધું. અશુચિ સાફ કરી નાખી. પ્રિયદર્શનાને પણ સ્વચ્છ કરી, યોગ્ય ઔષધ આપ્યું અને હળવેથી કાનમાં વધાઈ આપી. આનંદો! રાણી મા ! આનંદો! કૂળદીપકનું આગમન થયું છે...” પ્રિયદર્શના ઘડી પહેલાની અસહ્ય પીડા વિસરી ગઈ અને તેના હોઠ ઉપર હાસ્ય ફરકી ગયું. બાળકને તેણે મન ભરીને જોયું ને વહાલથી અસંખ્ય ચૂમીએ ભરી લીધી. પુત્ર જન્મની આ મંગળ વધાઈ ગુણસેનને પણ દાસીએ કહી. ગુણસેન ત્યારે તેના ખંડમાં આતુર ને ઉત્કંઠિત હૈ આંટા મારી રહ્યો હતો. ને વારે ઘડીએ તે પ્રવેશદ્વાર તરફ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust