________________ 18 ભીમસેન ચરિત્ર ઉદરમાં રહેલે જીવ તે તે વિચાર અને કાર્યની અસર ઝીલતો હોય છે. સંતાનને સંસ્કારી બનાવવા માટે આ સમયમાં માતાએ ઘણું જ કાળજી લેવી પડે છે. પ્રિયદર્શાના પણ પિતાના ઉદરમાં રહેલા જીવને ચગ્ય, સંસ્કાર મળી રહે તે પ્રમાણે પિતાના જીવનનાં દૈનિક કાર્યો કરતી હતી. દિવસનો મોટો ભાગ તે ધર્મકાર્યો અને ધર્મકથામાં જ પસાર કરતી હતી. આનંદ વિહારો તે છેડી જ દીધા હતા. અને આહાર સાદા ને સાત્વિક લેતી હતી. આમ બધી જ રીતે તે પોતાના ગર્ભનું રક્ષણ અને સંવર્ધન કરતી હતી. ગુણસેન પણ પ્રિયદર્શનાને સુખમાં રાખવા મદદ કરતો હતો. સમય મળે તેની સાથે ધર્મકથા પણ કરતો હતો. સાથે દેવદર્શને અને ગુરુવંદને પણ જતો હતો. રાણીની દરેક ઈચ્છા પૂરી કરવા તે હંમેશા તત્પર રહેતો હતો. ત્રીજા મહિને પ્રિયદર્શનાને અશ્વસેના સાથે ઉપવનને ક્રિડા–વિલાસ કરવાને દોહેલે ઉત્પન્ન થશે. રાણીએ તેની જાણ ગુણસેનને કરી. ગુણસેને તરત જ તે અંગેની વ્યવસ્થા કરાવી અને એ દોહ પૂરો કરાવ્યું. પ્રિયદર્શનાનું મન તેથી ખૂબ જ આનંદમાં આવી ગયું. તે તેથી ઉત્સાહ અને ઉમંગ અનુભવવા લાગી. એ પછી બરાબર છ મહિને પ્રિયદર્શનાને પેટમાં સખ્ત પીડા ઉપડી. તેનું અંગેઅંગ તણાવા લાગ્યું. દર્દથી તે પીડાવા લાગી. એ પીડા કોઈ રોગની ન હતી, પ્રસૂતિનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust