________________ 288 ભીમસેન ચરિત્ર આ સાંભળતાં ભીમસેનની આંખમાં પાણી આવી ગયાં. તેનું કરુણાદ્રિ હૈયું બોલી ઊઠયું: “અરેરે! મારા નાના ભાઈની આ દશા? કેવો પ્રતાપ ને પરાક્રમી હતો ! હાય! આજ તેની કેવી અવદશા થઈ ગઈ છે! હય, ગુસ્સામાં એ ભૂલ કરી બેઠે. પણ એમાં તેનો શું વાંક? એ તો બિચારો નિમિત્ત જ છે. મારા જ નશીબમાં જ્યાં જોગવવાનું લખ્યું હોય ત્યાં કેણ મિથ્યા કરી શકે ? નહિ નહિ હું તેને માફ કરીશ. તેને ગળે લગાડીને તેને ભરપૂર પ્રેમ કરીશ અને કહીશ. ભૂલી જા, ભાઈ ! ભૂલી જા બધું. એ એક કુસ્વપ્ન હતું ઊડી ગયું. હવે સવાર થઈ તેનો આનંદ માણ...” “પિતાજી! શું વિચારમાં પડી ગયા ?" ભીમસેનને આમ શૂન્યમનસ્ક થયેલો જોઈ દેવસેને પૂછ્યું. “કંઈ નહિ, બેટા !" પિતાની વેદના છુપાવતા ભીમસેને કહ્યું. તે હવે આપ શી આજ્ઞા કરે છે ?" કેતુસેને પૂછયું. એ પણ આ વાતમાં હાજર હતો. મારો આત્મા તો મને તીર્થયાત્રા કરવા કહે છે. ' પિતાજી! આ અવસર વિજયયાત્રા માટે છે. તીર્થયાત્રા પણ કરીશું. પહેલું કર્તવ્ય અત્યારે આપણા માટે રાજગહીને સંભાળવાનું છે. દેવસેને દલીલ કરી. બેટા ! તારી વાત બરાબર છે.” પરંતુ મારે આમા યુદ્ધથી ડરી રહ્યો છે. નિર્દોષના લેહી રેડવાથી એ કંપી P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust