________________ જે શસ્ત્ર શણગાર 287 " ઓહ ! તેમનો વિચાર આવતાં જ મારું હૈયું કકળી ઊઠે છે! નહિ, નહિ, મારે નથી જોઈતું આ રાજ. નથી ખપતા મને આ વૈભવ ને વિલાસ! અરે ! મને કોઈ બચાવે ! મારા અંગે અંગમાં દાહ બળે છે. હે ભગવાન ! મારા ભાઈ અને ભાભીને જ્યાં હોય ત્યાં સુખી રાખજે ! આવી બળતરામાં હરિપેણનું મન અસ્વસ્થ બની ગયું. બુદ્ધિ ઉપરનો કાબૂ તે ગુમાવી બેઠા. મંત્રીઓએ રાજદોને તેડાવ્યા. સારવાર કરાવી. ઘણા દિવસો બાદ ફરી તેમણે સ્વસ્થતા પ્રાપ્ત કરી. પરંતુ અસલ જેવો તરવરાટ જોવા મળતો નથી. ખૂબ જ ઉદાસ રહે છે. રાજકાજની પ્રવૃત્તિ પણ જાણે ન છૂટકે કરતા હોય તેમ કરે છે. અને પિતાની પત્ની અને જેના નિમિત્તે આ બધું બન્યું તે વિમલા દાસીને તેમણે કાઢી મૂકી છે. અને હવે એ નરેશ! આપના જ આગમનની રાહ જુવે છે. ખરેખર! રાજગૃહી આજ નધીયાતી બની ગઈ છે. ત્યાંની પ્રજા હવે તેનો અસલ રાજવી માંગે છે. અમારું તો માનવું છે, નરેશ! કે આ૫ અબઘડી પ્રયાણ કરો. આપને જરાય લેહી નહિ રેડવું પડે. વિના સુધે જ રાજગૃહી આપના ચરણે નમશે.” ગુપ્તચરે પોતાની વાત પૂરી કરી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust