________________ મહાસતી સુશીલા ર૭૫ મોટા ભાગે તેમાં સ્ત્રીઓ હતી. અને સૌના હાથમાં અક્ષત કે ફૂલ થાળ હતાં. સતીને વધાવવા માટે સૌ અગાઉથી જ તૈયાર બનીને આવ્યાં હતાં. સમય થતાં જ રથમાં બેસી સુશીલા દેવસેન અને કેતુસેનને લઈને આવી. દૂરથી તેણે ભાવથી વીતરાગ પ્રભુને મને મન પ્રણામ કર્યા. અને પિતાના આત્માને ઉદ્દેશી બોલી: “હે શાસન દેવતા ! આજ સુધી મેં મનથી, વચનથી કે કાયાથી કઈપણ પરપુરુષને સેવ્યું નથી. આ અંગે મારી હેજે પણ ખલના થઈ હોય તો જરૂર તમે મને શિક્ષા કરજે. પરંતુ તેમાં હું જે અણિશુદ્ધ હોઉં તો આ કળશને તમે સ્થિર કરજે.” પ્રાર્થના કરી સુશીલાએ બાળકો સાથે પ્રવેશ કર્યો. એ જ સમયે શિલ્પીઓએ શિખર ઉપર કળશ ચડાવ્યો. થોડા જ પ્રયત્નોમાં શિખર ઉપર કળશ સ્થિર થઈ ગ. એ આખી રાત સુશીલા અને બાળકોએ તેમજ અન્ય પરિવારે એ મંદિરમાં ધર્મ જાગરણું કર્યું. પ્રજાજનેમાંથી પણ કેટલાક એ રાતે ત્યાં રોકાયા. અને વહેલી સવારમાં તો લેકની હકડેઠઠ જામવા લાગી. લોકે ટોળાબંધ ત્યાં આવવા લાગ્યા. સવારના સૂર્યે પોતાનું પ્રથમ કિરણ એ સુવર્ણ કળશ ઉપર ફેંકયું. કળશ ઝગમગી ઊઠયો. ઘણા દિવસો બાદ કળશ ઉપર સૂર્ય કિરણે વિસ્તરી રહ્યાં હતાં. જિનાલય બંધાયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust