________________ 270 ભીમસેન ચરિત્ર આ જિનાલય એટલે પૃથ્વી ઉપરનું મેક્ષ ભવન. તેમાં પ્રવેશ કરનાર તેની રચના જોતાં જ મુકિતનો આનંદ અનુ. ભવે, એવી રચના કરાવવાનો ભીમસેને વિચાર કર્યો. આ માટે દેશ વિદેશમાંથી શિલ્પ શાસ્ત્રીઓને તેડાવ્યા અને આ દેરાસર ઉત્તમોત્તમ બને તે માટે હુકમ કર્યો. આ અંગે જેટલું દ્રવ્ય ખર્ચાય તેટલું દ્રવ્ય ખર્ચવાની ભીમસેને તૈયારી બતાવી. શિલ્પ શાસ્ત્રીઓએ ચેડા જ દિવસમાં જિનાલયને નકશો બનાવી ભીમસેનને બતાવ્યું. એ જોઈ ભીમસેન ખુશ થઈ ગયો. અને તેના બીજા જ દિવસથી નકશા પ્રમાણે કારીગરે કામ કરવા લાગી ગયા. રાત દિવસ કામ ચાલુ કરવામાં આવ્યું. આ કામની દેખરેખ ભીમસેને જાતે રાખી. વર્ધમાન તપની ઓળી ચાલુ હોવા છતાંય પણ જરાય પ્રમાદ સેવ્યા સિવાય તેણે જાત દેખરેખ રાખી. આ જોત જોતામાં તે જિનાલય આકાર પામતું ગયું. જ્યાં એક સમય ઉજજડ જમીન હતી ત્યાં વિશાળ અને ભવ્ય જિનમંદિર દેખાવા લાગ્યું. બહારના ગવાક્ષે અને સ્તંભોમાં શિપીઓએ બારીક કોતરકામ કર્યું હતું. તેમાં તેઓએ જિન ભગવંતના જીવન પ્રસંગેનું અંકન કર્યું હતું. જોનાર સૌ કોઈ તે મુગ્ધભાવે જોઈ રહેતાં હતાં. અંદરના ભાગમાં પણ એવી જ કલા કારીગીરી ચારેગમ નજરમાં આવતી હતી. રંગ મંડપ, તેની છત, તેના સ્તંભે વગેરે તમામમાં આબેહૂબ વીતરાગત્વનાં દર્શન થતાં હતાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust