________________ મહાસતી શીલા 269 આથી મારી તમને નમ્ર અને આગ્રહભરી વિનંતી છે કે તેમને તમે મુક્ત કરી દે. - વિજયસેન ભીમસેનનું વચન માન્ય રાખ્યું. શેઠ અને શેઠાણી ઉતભાવે ભીમસેનને નમી પડયાં. અને તેને ઉપકાર માનવા લાગ્યાં. આ રીતે ચેરને પણ ભીમસેને મુકિત અપાવી. અને તેને ચોરી નહિ કરવા માટે સમજાવ્યું. ચોર પણ સરલ આત્મા હતો. તેણે તેમ નહિ કરવા પ્રતિજ્ઞા લીધી. અને ભીમસેનને તે પગે પડશે. આંસુભીની આંખે તેની ઉદારતાને ઉપકાર માનવા લાગ્યું. દરબારમાં ઉપસ્થિત પ્રજાજનોએ પણ ભીમસેનની દયા અને ઉદારતાનો જયઘોષ કર્યો. રાજપુરોહિતએ પ્રશંસાની સ્તુતિ ગાઈ. ભાટ ચારણોએ કવિત કર્યા. ભીમસેને એ સૌને સેનામહોરો આપીને ખુશ કર્યા. એ દિવસે આટલું કામ કરીને રાજ દરબાર બરખાસ્ત થ. એ પછી થોડા દિવસ બાદ ભીમસેને એક ધર્મ કાર્યને પ્રારંભ કર્યો. સુપાત્ર દાનનો મહિમાથી ભીમસેનને અઢળક દ્રવ્ય મળ્યું હતું. એ દ્રવ્યને તેણે ભૌતિક આનંદમાં ખર્ચવાને બદલે, ધર્મના પ્રતાપથી મળેલા દ્રવ્યને ધર્મના કાર્યમાં જ ખર્ચવાનું નકકી કર્યું. - વિજયસેન પાસેથી તેણે એક વિશાળ જગા ખરીદી. એ જગામાં ભવ્ય જિનાલય બંધાવવાનું નકકી કર્યું. સારા મુહૂતે તેની શરૂઆત કરી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust