________________ 2 : રામ અને લક્ષ્મણ માનવીનું મન અતિ ચંચળ છે. કોમળ પણ તેટલું જ છે. તેના ઉપર સારી–નરસી વાતો અને બનાવોની ઘણી જ અસર થાય છે, આથી જ માનવી ઘડીમાં આનંદમાં જણાય છે તો ઘડીકમાં તે શોકમાં દેખાય છે. - પ્રિયદર્શન અને ગુણસેનના મન ઉપર સવપ્નના ફળાદેશની ઘણું જ શુભ અસર પડી હતી. તે જાણીને તેઓ બંને વધુને વધુ આનંદમાં રહેતાં હતાં અને અનેક પ્રકારે ભૌતિક આનંદોને માણતાં હતાં. અને રાજવંશોને આનંદનાં સાધનોની શી કમીના હોય ? આજે ઉપવન વિહાર તો કાલે જલવિહાર. સવારે સાગર સ્નાન તો સાંજે અશ્વકૂચ. નૃત્યના જલસા, સંગીતના જલસા, નાટક, કાવ્ય વિનોદ વ. અનેક આનંદો તેમને સુલભ હોય છે. સવારે શું થશે? તેની ઝાઝી ચિંતા તેમને કરવી પડતી નથી. જયારે માનવી આનંદમાં હેય છે, મોજશેખમાં ગુલતાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust