________________ ભાગ્ય પટ્ટો 245 કેણ મા? મા તો વહેલી સવારથી અમને ઊંઘતા મૂકીને કામે ગઈ છે. એ તો હવે સાંજના જ આવશે.” દેવસેને કીધું “કયાં કામ કરે છે એ બેટા ?" વિજયસેને પૂછયું. કામ તે એ બે ચાર જણાનું કરે છે. અત્યારે તે નગરશેઠની હવેલીએ હશે. તેમને ત્યાં કંઈ મોટો ઉત્સવ થવાને છે, એટલે હમણાં તેને ખૂબ જ કામ રહે છે. બિચારી ! મારી મા તો અધમૂ થઈ ગઈ છે!” દેવસેને ભારે નિઃશ્વાસ નાંખીને કહ્યું. * “હવે બેટા ! એમને કામ નહિ કરવું પડે હો. તમને પણ હવે દુઃખ નહિ પડે. ચાલે, આપણે સૌએ રાજમહેલમાં જવાનું છે. ત્યાં તમે ખૂબ ખાજે. ખૂબ રમજે. સારાં સારાં કપડાં પહેરજે. અને ખૂબ ખૂબ ઊંઘજે. તાજા માજા થજે. ને હેર કરજે.” વિજયસેને કુમારને આશ્વાસન આપ્યું. હે પિતાજી! હવે અમને ખૂબ ખાવાનું મળશે?” કેતુસેને પૂછ્યું. ત્યાં દેવસેન બોલી ઊઠ: પિતાજી ! આ વડીલ કોણ છે? એ આપણને તેમને ત્યાં કેમ લઈ જાય છે?” “બેટા એ તારા માસા છે. આ નગરના રાજાધિરાજ છે. તેઓ આપણને તેડવા આવ્યા છે.” ભીમસેને ખુલાસો કર્યો. A કુમારે તો આ જાણું આનંદમાં આવી ગયા. ને હસતાં હસતાં વિજયસેનને ભેટી પડયા. વિજયસેને વ્હાલથી બંને કુમારને પંપાળ્યા. કેતુસેનને પિતાના હાથમાં તેડી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust