________________ ભીમસેન ચરિત્ર રાણીજીએ જે સ્વપ્ન જોયું છે, તેથી તેમને પુત્રરત્નની પ્રાપ્તિ થશે. જે સ્ત્રી સ્વપ્નમાં સૂર્યના બિંબને જુએ છે તે ઉત્તમ ગુણવાળા પુત્રને જન્મ આપે છે તેમ સ્વપ્નશાસ્ત્રોમાં બતાવ્યું છે. - તેમાંય રાજી એ તો ઉત્તમ કાંતિવાળું સૂર્યનું બિંબ જોયું છે, તેમ જ રાત્રિના છેલલા પ્રહરે એ સ્વપન નીહાળ્યું છે. આથી ટૂંક સમયમાં જ તેમને ગર્ભ રહેશે. આ ગર્ભ ખૂબ જ ઉચ્ચ હશે. ને જે પુત્ર જન્મ પામશે તે પુત્ર બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન થશે. પરાક્રમ કરનારે થશે. અને લોકોમાં સારો એવો પ્રભાવ પણ પાડશે. આ ઉપરાંત તે ધીર અને વીર બનશે. અને પોતાના જ બાહુબળથી તે કીર્તિને પામશે. અને ઉભય વંશને તે દીપાવનારો બની રહેશે....” આટલું કહી એ નૈમિત્તિક રાજાને તેમજ રાણીને પ્રણામ કરી પોતાના આસને બેસી ગયો. સ્વપ્નનો આ ફળાદેશ સાંભળી રાજા અને રાણીનાં હૈયાં તો હરખઘેલાં બની ગયાં. હજી તો પુત્ર જન્મ પણ જ થવાનો બાકી હતો, અરે ! તેવાં કઈ ચિહ્નો પણ પ્રિય દશનાને જણાતાં ન હતાં, પરંતુ જાણે આજે જ પુત્રજન્મ ન થ હોય તેમ તેઓ બેનાં હૈયાં નાચી ઊઠયાં. ગુણસેને ખુશ થઈ એ નૈમિત્તિકને પિતાના ગળાનો હાર ભેટ આપે. રાણીએ પણ પોતાનો હાર ઉપહાર તરીકે આપે. બીજા સાથી નૈમિત્તિકોને પણ રાજાએ છૂટે હાથે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust