________________ 231 ભીમસેન ચરિત્ર માનવે ઉપસ્થિત છે. અંતરથી તેને તે સ્પર્શ નહોતો થવા દેતે. જે દિવ્ય ને ગંગાસમ નિર્મળ જ્ઞાન સાગરમાં તેને સ્નાન કરવાનો લહાવો મળે હતો, એ ૯હાવાના આનંદને બીજી વાતોમાં ધ્યાન દઈને ખંડિત કરવા નહોતો માંગત. વિજયસેનનું તેવું નહતું. એ તો દુભિને નાદ સાંભળીને દોડી આવ્યો હતો. આવીને જોયું તો એક બાજુ રાજા હતા. બીજી બાજુ મહારાજા હતા. ભીમસેનને જેતા જ તેમણે તેને ઓળખી કાઢ. જે કે ઓળખવામાં થોડી શ્રેમ પડે જ. કારણ જે ભીમસેનને તેમણે રાજગૃહીમાં જોયો હતો, તેના કરતાં આ સમયને ભીમસેન કંઈક જુદો જ હતો. દુઃખના અનેક ઉઝરડા તેના તનબદન ઉપર દેખાતા હતા. કૃશ કાયા અને ચીમળાયેલા મોં ઉપરથી ભીમસેનને તરત જ ઓળખી કાઢ મુશ્કેલ હતો. છતાંય વિજયસેને તેને ધારી ધારીને જોઈ ઓળખી કાઢયે. ધાયું હોત તો વિજયસેન સૌ પ્રથમ તેને જ બોલાવત. _ પરંતુ એમ કરવું તેણે ઉચિત ન માન્યું. પિતે આચાર્ય ભગવંતના દર્શનાર્થે આવ્યો હતો. તેમની ઉપસ્થિતિમાં તેમ = કરવું એ અવિનય ગણાય એવું તે સમજતો હતો. આથી વ્યાખ્યાન ઊઠવાની તેણે રાહ જોઈ. વ્યાખ્યાન ઊઠતાં જ તેણે ભીમસેનને પ્રેમથી પોકાર્યો : રાજગૃહીને નરેશ ભીમસેન ! અહીં મારા આંગણે પધાર્યા છે ?" આ સાંભળતાં જ ભીમસેનની ભાવ સમાધિ તૂટી ગઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust