________________ આચાર્યશ્રીને આત્મસ્પર્શ 233 આ ઉપરાંત સવાર સાંજ પ્રતિક્રમણ, દેવદર્શન, દેવ પૂજા, દેવવંદન, જેગ હોય ત્યાં ગુરુવંદન, વ્યાખ્યાન શ્રવણ, સામાયિક, સ્વાધ્યાય આદિ કરવાં જોઈએ. આ તપનું આરાધન કરીને દયાના સાગર શ્રી મુનીશ્વર મહાસેન, સાધુગુણા શ્રી કૃષ્ણ સાથ્વી તેમ જ શુદ્ધ ચારિત્રી શ્રી ચંદ્ર રાજર્ષિએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષપદને મેળવ્યું હતું. ભવ્યાત્માઓ ! આ તપના આરાધનથી અનંતા ભવન કરેલા કર્મોની નિર્જરા થાય છે. આ ભવ ને પરભવ બંને સુધરે છે અને કાળક્રમે સકલ કર્મને ક્ષય થાય છે. મહાનુભાવો ! આ તપનું યથાર્થ આરાધન કરે. અને મહાદુર્લભ એવા મહાજન્મને સાર્થક કરો. પૂજ્ય આચાર્યશ્રીએ તપ ઉપર ભાર મૂકો અને વ્યાખ્યાનની સમાપ્તિ કરી. ભીમસેન એકચિતે આચાર્ય ભગવંતની અમૃતવાણીનું પાન કરી રહ્યો હતો. આચાર્યશ્રીના એક એક શબ્દ તેને આત્મા પુલકિત થતું હતું. તેના અંતરની બધી જ શુભ ને શુદ્ધ ભાવનાઓ સળવળી રહી હતી. ભગવંતે તપનું માહાતમ્ય સંભળાવ્યું. એ સાંભળી તેણે મનોમન નકકી કર્યું કે પોતે પણ આ તપનું ઉત્કૃષ્ટ અને યથાર્થ આરાધન કરશે. વિજયસેન રાજાએ ઊભા થઈ આચાર્ય ભગવંતને પૂછ્યું: ‘ગુરુદેવ! મારા યોગ્ય કંઈ આજ્ઞા હોય તે ફરમાવો.” “રાજન ! તમે તે પ્રજાના પાલક પિતા છે. પશુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust