________________ ર૩ર ભીમસેન ચરિત્ર કર્તવ્ય કરો. આત્મધર્મમાં સ્થિર બનો. ધર્મ જ સઘળાં સુખ-દુઃખનો અંત આણે છે. આત્મધર્મના આરાધનથી ભવ્યાત્માએ આ સંસાર તરી જાય છે. જન્મમરણના દુઃખાની તેથી કાયમ માટે અંત આવે છે. મોક્ષની પ્રાપ્તિ થાય છે. આત્મા આત્મામાં ભળી જાય છે. મહાનુભાવો ! આત્મા ઉપર અનાદિકાળથી કર્મનાં અનેક પંડળે ચડેલાં છે. એ પડળને તપના તાપથી બાળી નાખે. વર્ધમાન તપ એ સર્વ તપોમાં ઉત્તમોત્તમ તપ છે. આ તપની આરાધનાથી નિકા ચીત કર્મો પણ ક્ષય પામે છે. ઉત્કટ આરાધનાથી ભવ્યજીવ આ તપ વડે તીર્થકર નામકર્મ બાંધે છે, અને અનુક્રમે સકલ કર્મને ભસ્મીભૂત કરીને અતિને વરે છે. આ તપની વિધિ આ પ્રમાણે છે. પ્રથમ એક આયંબિલ અને એક ઉપવાસ, પછી બે આયંબિલ ને એક ઉપવાસ, ત્રણ આયંબિલ ને એક ઉપવાસ આમ વધીને પાંચ આયંબિલ ને એક ઉપવાસ કરીને પારણું કરી શકાય છે. ત્યાર પછી જ આયંબિલ ને એક ઉપવાસ એ પ્રમાણે એક એક આયંબિલની વૃદ્ધિ કરતાં ઠેઠ સો આયંબિલને એક ઉપવાસ સુધી તપ કરતાં આ વર્ધમાન તપ પૂર્ણ થાય છે. આ તપના આરાધકોએ રોજ બાર લેગસ્સનો કાઉસ્સગ્ન કરે જોઈએ, તેમ જ ૐ નમો અરિહંતાણ, ૐ નમે સિદ્ધાણું, છે નમે તવક્સ, આ ત્રણમાંથી ગમે તે એક મંત્ર પદની 20 નવકારવાળી ગણવી જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust