________________ 224 . ભીમસેન ચરિત્ર શા માટે આર્તધ્યાન ને હૈદ્રધ્યાન થાવી આવતા ભવોને પણ તું બગાડે છે? મૃત્યુને તારે ભેટવું છે તો હસતાં હસતાં ભેટ. રંજને રેષ રાખ્યા વિના તેને મળ. અંતરના ઉમળકાથી તેનું સ્વાગત કર. શુભ ધ્યાન ધર. પ્રભુનું નામ મરણ કર. અને તારા અંતને ઉજળું બનાવ.” બુદ્ધિની આ ટકોરે ભીમસેનને આત્મા જાગી ઊઠશે. તેણે વડવાઈઓને ફાંસે તૈયાર કર્યો. તેની ગાંઠ બરાબર ચકાસી જોઈ. પછી પૂર્વ દિશા તરફ ઊભા રહી તેણે બે હાથ ધ્યા. આંખને બંધ કરી. એ બંધ આંખેએ તે વીતરાગ પરમાત્માને નીહાળવા પ્રયત્ન કરવા લાગ્યો. આત્માની ઉજજળ જતિકાને પ્રકાશ ઢંઢવા તેણે પ્રયાસ કર્યો. તેમજ હોઠ ઉઘાડીને તે મહામંગલકારી નમસ્કાર મહામંત્રનું ભાવપૂર્વક રટણ કરવા લાગ્યો. | નમો અરિહંતાણું...નમે સિદ્ધાણું...નમો આયરિયાણું .નમે ઉવજઝાયાણ....નમે એ સવસાહૂણં..... એક એક પદ એ બોલતો ગયે ને કલ્પનાથી બંધ આંખે એ સાક્ષાત્ અરિહંત પરમાત્મા, સિદ્ધ ભગવંત આદિને નીહાળી પિતાના આત્માને નમાવતો ગયો. નમે આયરિયાણું.... પૂજ્ય આચાર્ય ભગવંતને નમસ્કાર થાઓ. એમ બેલી તેણે મસ્તક નમાવ્યું. ત્યાં તેને જાગ્રત આત્માએ વધુ ઘેરો ને ઉત્કટ ભાવ અનુભવ્યું. આ સમયે મને જે તેઓશ્રીનાં દર્શન થાય તો મારું જીવ્યું સફળ થઈ જાય ! પણ એવું સૌભાગ્ય મને કયાંથી . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust