________________ 22: આચાર્યશ્રીને આત્મસ્પર્શ - ભીમસેન જિંદગીથી થાકી ગયો હતે. એ થાકે એ સહજ હતું. કારણ દૈવ તેની પાછળ હાથ ધોઈને પડયું હતું. રાજગૃહી છેડયા પછી તેના ઉપર દુઃખને મેરુ તૂટી પડયો હતો. ઉપરા ઉપરી મળેલી નિષ્ફળતાઓને લીધે તે મનોબળ ઈ બેઠે હતો. બબે વાર તેણે આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો. બેય વાર તે ઉગરી ગયો. આથી આ વખતે તો તેણે સંકલ્પ જ કર્યો. ભલે કોઈ મને બચાવવા આવે. હું તેનો ઈન્કાર કરીશ. અને મૃત્યુને જ વરીશ. ભીમસેન આમ હામ તો ગુમાવી જ બેઠે હતો. પરંતુ એણે સદ્બુદ્ધિ સાવ ગુમાવી દીધી નહોતી. દુઃખના ભાર તળે જે કંઈ બુદ્ધિ બચી હતી તે વડે અંત સમય સુધારી લેવાને વિચાર કર્યો. બુદ્ધિએ કહ્યું : “ભીમસેન! આયખુ તે આખું તારું ધૂળમાં ગયું. હવે જ્યારે તે આ જીવનને અંત જ લાવવાને સંકલ્પ કર્યો છે, તો પછી આ છેલ્લી ઘડી તે સુધારી લે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust