________________ 208 ભીમસેન ચરિત્ર હતી. બધી જ નિરાશાઓને અંત આવી ગયો હતો. રસ્તામાં જરા પણ ખોટી રીતે વિલંબ કર્યા વિના એ ચીલ ઝડપે આવી રહ્યો હતો. ઘણા લાંબા સમયથી પત્ની અને પુત્રને જોયાં ન હતાં. તેમને મળવા અને તેમને આ શુભ સમાચાર આપવા તેનું મન અધીરું બની ગયું હતું. અને એ અધીરાઈમાં ઘણું જ જલ્દીથી ક્ષિતિપ્રતિષ્ઠિત નગર આગળ આવીને ઊભો રહી ગયો. - ત્યાંથી વસ્તી ઘણું દૂર હતી અને બાજુમાં જ સુંદર સરવર હતું. તેને નિર્મળ પાણીમાં ગુલાબી કમળ ખીલી રહ્યાં હતાં. પ્રવાસના લીધે ભીમસેનનાં કપડાં ઘણું જ જીર્ણ ને ગંદા બની ગયાં હતાં. શરીર પણ અસ્વચ્છ હતું. આવા વેશે શું પિતે પત્ની અને પુત્રોને મળશે ? તો તો એ મારા માટે શું વિચારશે? આમ મનમાં ભીમસેન વિચાર કરતો ડી પળ ઊભું રહ્યો અને પછી તેણે નક્કી કર્યું: “ના, પોતે નાહી ધોઈને, સુંદર અને સ્વચ્છ કપડાં પહેરીને જ પિતાની પત્ની અને પુત્રોને મળશે. આમ નક્કી કરી તરત જ તેણે નાહવાની તૈયારી કરી. પગથિયાની પાળ ઉપર ફાટલી કથા મૂકી. એ કથામાં તેણે કાળજીથી રત્ન બાંધ્યાં હતાં. એ કથા ઉપર પિતાનાં કપડાં ઉતારીને મૂકયાં અને પછી ચારે બાજુ જોયું. ત્યાં કોઈ જ નહેતું ભીમસેન એકલો જ હતો. - - - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust