________________ 207 વિધાતા ! આમ ક્યાં સુધી ? બબે દિવસ સુધી તે અનેક ઘરોમાં ફરી. કામ માટે પ્રાર્થના કરી. પણ કયાંય તેને કામ ન મળ્યું. સૌએ તેને તિરસ્કારથી જાકારો આપે. એ બે દિવસ મા– દીકરાઓએ ભૂખ્યા પેટે કાઢયા. ત્રીજા દિવસે એક કુંભારને ત્યાં થોડુંક કામ મળ્યું. એ કુંભારે તેને માટીનાં વાસણો વેચવા બજારમાં મેકલી. એક સમયની રાજરાણું આજ ભરબજારે માટીનાં ઠામ વેચવા બેસવા લાગી. થોડા દિવસ બાદ તેને બીજા કામ મળવા લાગ્યાં. આ બધું જ કામ કરતાં પણ તે ત્રણેયનું માંડ માંડ પૂરું થતું હતું. લગભગ તો તે ત્રણેય અર્ધભૂખ્યાં જ દિવસો પસાર કરતાં હતાં. તેમાંય સુશીલા તો અર્ધાયથી અધીર ભૂખી રહીને પોતાના જીવનને ટકાવી રહી હતી. સુશીલાને સંસાર આમ દુઃખમાં સબડી રહ્યો હતો.. ત્યારે ભીમસેન હરખાતો હરખાતો રેહણાચલથી નીકળી ક્ષિતિપ્રતિષ્ઠિત નગર તરફ આવી રહ્યો હતો. . રાજગૃહી નગરી છેડયા બાદ પહેલી જ વાર ભીમસેનના હાથમાં અઢળક ધન આવ્યું હતું. રેહણાચલ પર્વતમાં પોતે કરેલી કાળી મજૂરી ઊગી નીકળી હતી. કામને તેને પૂરેપૂરો બદલે મળે હતો. શેઠે તેને લાખ રૂપિયાની કિમતનાં રત્નો આપ્યાં હતાં. હવે તે બસ સુખ, સુખ ને સુખ જ હતું. રત્નો હાથમાં આવવાથી ભીમસેનની તમામ ચિંતાઓ દૂર થઈ ગઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust