________________ 205 વિધાતા ! આમ કયાં સુધી ? હજી સુધરી નથી લાગતી. પણ તને ખબર નહિ હોય કે હું કોણ છું. તારી બધી જ દાનત ધૂળમાં રગદોળી નાંખીશ સમજી! અને આ તારા બાપની ઝુંપડી છે, તે અહીં આવીને રહી છું. નીકળ અહીંથી. તારે રહેવાથી તો હવે મારી આ પડી પણ અપવિત્ર બની ગઈ!” સુશીલા તો ભદ્રાને આમ આવેલી જોઈ અને તેને આમ ભાંડતી જોઈ મૂઢ જ બની ગઈ. તેને કંઈ જ સમજણ ન પડી, કે પોતાને શું વાંક છે ને આ કેમ આમ ઊકળી ઊકળીને બોલી રહી છે. તે તો ભદ્રાને સાંભળતી મૌન ઊભી રહી. દેવસેન અને કેતુસેન પણ સુશીલાને પકડીને, ભદ્રાથી ડરતા ધૃજતા ઊભા રહ્યા. આ જોઈ ભદ્રા વધુ તાડુકી ઊઠી : “આમ ઠેયા જેવી ઊભી શું રહી છે. હું કહું છું તે સાંભળતી નથી ? ચલ, નીકળ મારી આ ઝુંપડીમાંથી અને ખબરદાર ! જે ફરીથી આ બાજુ તે પગ મૂકયો છે, તો જીવતીને જીવતી તને સળગાવી મૂકીશ.” આટલું બોલીને એણે ટપોટપ એક એક વાસણ ઝુંપડીની બહાર ફેંકવા માંડયાં. સુશીલાને પણ ધક્કો મારીને ઝુંપડી બહાર ધકેલી મૂકી. બાળકો પણ તેની સાથે બહાર ફેંકાઈ ગયા. પણ ભદ્રાને એટલાથી સંતોષ ન થયો. ચુલામાંથી સળગતું લાકડું કાઢીને તેણે ઝુંપડીને આગ ચાંપી. ઘાસને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust