SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ 204 ભીમસેન ચરિત્ર વેચવા એ બજારમાં પણ જતી. અને ત્યાં ધોમ તડકામાં બેસી એ માટલાં ને બીજાં માટીઠામ વેચાય તેની રાહ જોતી. આ બધા કામમાંથી, એ ત્રણેયને જીવન ગુજારે માંડ માંડ થઈ રહેતો. કયારેક તો આખો ને આખો દિવસ ભૂખ્યા રહેવું પડતું. કામના માટે રખડવું પડતું હતું. પરંતુ કામ ન મળતાં નિરાશ થઈ, થાક્યા ને ભૂખ્યા સૌને સૂઈ રહેવું પડતું. | દેવસેન અને કેતુસેન પણ હવે તો આ બધાં દુઃખેથી ટેવાઈ ગયા હતા. તે સુશીલાને ઝાઝી ફરિયાદ નહોતા કરતા. રડતા પણ નહિ. તેઓ તો સુશીલાની દશા જોઈને જ રડી પડતા હતા. પોતાના રડવાથી માને વધુ દુઃખ થાય એમ સમજી તેઓ બંને સમભાવે દુખ સહન કરતા હતા અને સુખની આશામાં દિવસો વ્યતીત કરતા હતા. . પરંતુ તેમના નશીબમાં હજી સુખ લખ્યું ન હતું. એક સવારે ભદ્રા શેઠાણું સુશીલાની ઝુંપડી આગળથી પસાર થઈ રહી હતી. બહાર ખુલલામાં દેવસેન અને કેતુસેન આનંદથી રમતા હતા. અંદર પડીમાં સુશીલા રસોઈ બનાવી રહી હતી. ભદ્રા શેઠાણનું લેહી ઊકળી ઊઠયું. તેને ઈર્ષાળુ સ્વભાવ સળગી ઊઠયો. એ સીધી જ ઝૂંપડીમાં દાખલ થઈ અને સુશીલાનું કાંડુ પકડી ઊભી કરી દીધી અને પિતાની ગંદી સરસ્વતી ચાલુ કરી દીધી. - “અરે! કુલ્ટા ! હજી પણ તું અહીં જ મરી છું ? તને તે કંઈ લાજ શરમ છે કે નહિ? મારા ઘરમાંથી તને કાઢી મૂકી, તો તું અહીં આવીને ટળી છું. તારી દાનત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy