________________ 190 ભીમસેન ચરિત્ર કે પરોપકાર કરવા માટે જ શ્રી જનાર્દને દશ દશ અવતાર ધારણ કર્યા. આ જીવલોકમાં સૌ પોતાનાં સુખ અને સ્વાર્થ માટે જ બહુધા જીવે છે. પણ જેઓ પરોપકાર માટે જ જીવે છે, તેઓનું જીવન જ સાચું જીવન છે. બાકી પરોપકારહીન મનુષ્યનું જીવન તો ધિક્કારપાત્ર છે. અને માણસ કરતાં તે પશુઓ વધારે ઉપકારી છે. જીવતાં તે માણસેના અનેક પ્રકારનો ભાર વહન કરે છે. અને મૃત્યુ બાદ તેઓ પિતાનું ચામડું, હાડકાં, દાંત, શીંગડાં વગેરે આપીને પણ ભલું કરે છે. પરોપકારથી પ્રેરાઈને તો વૃક્ષે પિતાનાં અમૃત તુલ્ય ફળ આપે છે. આ માટે તેઓને અનેક પ્રકારનું કષ્ટ સહન કરવું પડે છે. માણસના મારેને પણ વધાવ પડે છે. છતાંય ફળ આપવું એ પિતાનું કર્તવ્ય છે, એમ સમજી તેઓ આનંદથી ફળ આપે છે. ગાયે પિતાના સંતાનને કકળતું ને ભાંભરતું રાખીને પણ દૂધ આપી ઉપકાર કરે છે. ગોવાળ તેના આંચળને અનેક રીતે મસળે છે ને દુઃખ આપે છે, પરંતુ પરોપકારી ગાય એ દુઃખને જરાય મન ઉપર લેતી નથી. અને પરોપકારમાં આનંદ માણે છે. - ફળે આવે છે ત્યારે વૃક્ષો નીચા નમે છે. પાણીભર્યા વાદળો પણ નીચાં આવે છે. તે જ રીતે સત્પરુષે સમૃદ્ધિથી અનુદ્ધત અને વિનમ્ર બને છે. પરોપકારીઓને આ સહજ સ્વભાવ છે. કાન ધર્મશ્રવણથી શોભે છે, કુંડલથી નહિ. હાથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust