________________ સુશીલાને સંસાર 183 પણ હવે તે પૂરું કરી શકું તેમ નથી. ત્યાં મારા આ સંસારનું તે કેવી રીતે પૂરું કરી શકું? મેં આજસુધી પુરુષાર્થ કરવામાં જરાય બાકી નથી = રાખ્યું. પણ દેવે સદાય મારી સાથે છેતરપીંડી કરી છે. તેણે મને સદાય દુઃખની જ ભેટ ધરી છે. ખરેખર દેવ મારું સાવ જ મેં ફેરવીને બેઠું છે. મારા સુખની એ સતત ઉપેક્ષા જ કરે છે. મને એણે સદાય અણમાનીતે જ માનીને રાખ્યો છે. અને મારી સાથે સાથે મારા આ પરિવારને પણ તેણે દુઃખમાં પીસવાનું બાકી નથી રાખ્યું. હવે હું શું કરું? મારાં બાળકોને કેવી રીતે સુખી કરું ? પત્નીને કેવી રીતે શાંતિ આપું? નિર્ધન અને અકિ. ચન હું તેને કેવી રીતે સુખ અને શાતા આપી શકીશ? અરેરે! આવા જીવન કરતાં તે મૃત્યુ જ ઘણું સારું. માટે હે મારા ભાગ્યવિધાતા ! હવે મારી આ જીવાદોરી ટૂંકી કરી નાંખ અને મને મોત આપ. મારા આ દુખોને એથી અંત લાવ. આ દુઃખ ને યાતના હવે હું નથી જોઈ શકતો નથી તેમાંથી ઉગરી શકવાને કોઈ ઉપાય છે. તેમ જ નથી એ બધું સહન કરી શકતો. માટે પ્રભો ! હવે તે તારી પાસે બે હાથ જોડી એક જ યાચના કરું છું. “તું હવે મને મેત આપ.” ભીમસેન મૃત્યુનો વિચાર કરતા ત્યાંથી દૂર ભાગવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust