________________ ભદ્રાની ભાંડણ લીલા 143 ભદ્રાનું આમ રડવાનું ચાલુ જ હતું, ત્યાં અગાઉથી નક્કી કર્યા પ્રમાણે તેના બાપ અને ભાઈઓ ત્યાં દોડી આવ્યા. ભદ્રાને તે રતા'તા ને પિયરીયાં મળી ગયાં. તેમને જોઈ એ વધુ જોરથી રડવા લાગી ને છાતી કુટવા લાગી. આથી ભદ્રાના બાપે શેઠને કીધું : અરે શેઠ ! આવા દષ્ટ માણસોને તે કંઈ ઘરમાં રખાતા હશે ? તમે તેઓને હમણાં ને હમણાં બહાર કાઢી મુકો અને આ કકળાટને શાંત કરે.” પિતાના સસરાની આ શીખામણ સાંભળીને તેમને કહ્યું : શેઠ! તમે નકામી ચિંતા કરે છે. આ માણસો એવાં ચોર ને લબાડ નથી. બિચારા ! કર્મની કઠણાઈથી આજ તેઓ આવી દશાને પામ્યા છે. મેં કયારેય પણ તેઓને ખરાબ રીતે વર્તન કરતાં જોયાં નથી. તેઓ સૌ ઘણાં જ શાંત અને સહિષ્ણુ છે. આપણે તો આવા ગરીબ માણસોની દયા કરવી જોઈએ અને તેઓને બનતી બધી મદદ કરવી જોઈએ, તેના બદલે તેઓને ઘર બહાર કાઢી મુકીએ તો આપણે તો ધર્મ જ લાજે ને ? અને લક્રમી તો વીજળીના ચમકારા જેવી ચંચળ છે. પૂર્વભવમાં શુભ કર્મો કર્યા હોય તેને જ આ ભવે તે મળે છે. અને જેઓ આ ભવમાં એવાં શુભ પુણ્ય તેમજ પરોપકારનાં કામ કરતાં નથી, તેઓની લમીને જતી રહેતા વાર લાગતી નથી. અને આ બિચારા ! વધુ મારી પાસે માંગતા પણ નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust