________________ ભીમસેન ચરિત્ર પાછળ પોતે ખર્ચ કરે છે, તો તેણે અમુક કામ તો કરી જ આપવું જોઈએ. એટલું કામ ન થઈ શકે તે દુકાને તાળુ મારવું પડે ને ભિખ માંગવાનો જ સમય આવે. લક્ષ્મીપતિ શેઠની આ માટે તૈયારી ન હતી. આથી એક દિવસ એ ઊંચા અવાજે બોલ્યા : * “અરે ભાઈ! તું તે કામ કરે છે કે વેઠ ઉતારે છે ? કેટલાય દિવસથી તને ઉઘરાણનું કામ સોંપ્યું છે. પણ તું તો હજી એક બદામ પણ વસલ કરી નથી લાવ્યા. આમ કેમ ચાલે ? તું કામ ન કરે તો મારે તને પગાર કેવી રીતે આપવો?’ આ સાંભળી ભીમસેને શાંતિથી જવાબ આપે : “શેઠ ! હું રે જ એ બધાની ત્યાં જઉં છું. ને કહું છું, મારા શેઠના પૈસા આપીને તેમના પર ઉપકાર કરે. પણ મારી વાત કોઈ સાંભળતું નથી. ભીમસેને સાચી વાત જણાવી. અરે મૂઢ! એમ તે કંઈ ઉઘરાણી વસુલ થતી હશે ? લેણદારથી તે એમ બેલાતું હશે ? એ વળી આપણા ઉપર ઉપકાર શાના કરે ? ઉપકાર તો આપણે કર્યો છે, કે તેમ મુશ્કેલીમાં ઉધાર આપ્યું છે. એવાઓને તો ધમકાવવા જોઈએ ઉગ્ર શબ્દથી તેમની સાથે વાત કરવી જોઈએ. એ લોકો આપણને પગે લાગવું જોઈએ, તેને બદલે તે તું તેમને 5 લાગે છે. સાવ ગમાર ! છે ગમાર તું છે. માત્ર શરીર 8 તગડું કરી જાયું છે. બુદ્ધિ તે જરા બળી નથી. હવે ત હ કેવી રીતે મારે ત્યાં કામે રાખી શકું ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust