________________ 135 ભીમસેન ચરિત્ર અનેક વાતો તેમણે શીખવી. અને ભીમસેનને તે પછી ઉઘરાણીના કામે મોકલવા માંડશે. વેપારમાં ઉઘરાણીનું કામ ઘણું કઠિન હોય છે. ચડી ગયેલી ઉઘરાણીઓને વસુલ કરતાં શેઠિયાઓને નવ નેજા થાય છે. આ માટે માણસોને એકના એક સ્થળે અનેક ધકકા ખાવા પડે છે. માણસની રાહ જોઈ ખોટી થવું પડે છે. તેમણે સમાજવવા પડે, તેમને આકરાં વેણ પણ સંભળાવવાં પડે છે.” લક્ષમીપતિ શેઠની નગરમાં ઘણી ઉઘરાણુઓ બાકી હતી. કેટલીક તે મહિનાઓ અને વરસોથી હજી વસુલ નહોતી થઈ. શેઠ ભીમસેનને રોજ બે ચાર જગાએ મેકલતા. ભીમસેન ત્યાં જતો ને ખાલી હાથે પાછો ફરતો. એક દમડીની પણ ઉઘરાણે તે વસુલ કરી શકતો નહિ. અને એ કયાંથી કરી શકે? સ્વભાવથી જ તે શરમાળ પ્રકૃતિનો હતો. તેમાંય માંગતા તે તેનું માથું વઢાઈ જતું હતું. જ્યાં એ જતો ત્યાં એ માત્ર આટલું જ કહે : મારા શેઠે પૈસા મગાવ્યા છે. ઘણી રકમ તમારી પાસે તેમને લેવાની નીકળે છે. તે એ આપીને મારા શેઠ ઉપર ઉપકાર કરો. આવી નગ્ન વાણું કોણ સાંભળે? સૌ તેની પાછળથી મજાક કરતાં અને અવારનવાર ધકકા ખવડાવતા. ઘણા દિવસ સુધી એક પણ દમડી છૂટી ન થઈ એટલે શેઠનો મિજાજ ગચો. આખર તે એ વેપારી ને ? વેપારી વાણિ બધી જ ગણત્રી મૂકે. ભીમસેન ને તેના કુટુંબ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust