________________ 112 નશીબ બે ડગલાં આગળ જીવતા ભીમસેન અને ત્યાં આજ વન વન રખડતા કે ગા ભીમસેન ? એ પણ કર્મની જ લીલા ને ? ત્યા તે દેવસેન પણ રડી ઊઠો : પિતાજીહવે તો ખાધા વિના મારાથી જરા પણ ચલાશે નહિ. ગમે તેમ પણ મને તમે કંઈ ખાવાનું લાવી દે. મારાથી ભૂખ્યા નથી ૨હેવાતું. અને તમે જે ખાવાનું ના આપી શકે તેમ હા, તો તમારી તલવારથી મારું મસ્તક છેદી નાંખે. એથી મારાં બધાં જ દુઃખ શાંત થઈ જશે.” એવું અમંગળ ન બોલ બેટા ! હમણાં જ આપણે સામે ગામ પહોંચી જઈશ. ત્યાં સુધી તું ધીરજ ધ• આટલે સમય તે ભૂખ સહન કરી તો હજી થોડી વધુ ભૂખ સહન કર. આમ હિંમત ન હારી જા. દુઃખમાં તે તારે દૌય ધારણ કરવું જોઈએ.” પિતાના વચન ઉપર વિશ્વાસ રાખી બંને કુમારે પોતાના પગને પરાણે ઘસડતા આગળ ચાલવા લાગ્યા. પણ થડે સુધી ચાલતામાં જ તેઓ થાકી ગયા અને રસ્તા વચ બેસી પડયા. બેસીને રડવા લાગ્યા અને ભૂખની ફરિયાદ કરવા લાગ્યા. ભીમસેને ફરીથી બંનેને સમજાવ્યા. વહાલથી તેમને પંપાન્યા અને દેવસેનને પિતાના ખભે તેડી તેમજ કેતુસેનને સુશીલાને આપી, બંને આગળ રસ્તો કાપવા લાગ્યાં. એક તે બાળકને તેડીને ચાલવાનું, તેમાં રસ્તાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust