SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ભીમસેન ચરિત્ર - 111 અને સુશીલાને પણ જળ છાંટી તેમજ ઠંડા પવન નાંખીને જાગ્રત કર્યા. . પછી સૌ ધીમે ધીમે ડગ ભરતાં આગળ વધ્યાં. પણ બધાં એટલાં બધાં થાકી ગયાં હતાં કે ચાલતાં ચાલતાં તેઓ મજતાં હતાં અને ચકકર અનુભવતાં હતાં. પણ ચાલ્યા સિવાય છૂટકો જ નહોતો, કોઈ ગામ કે નગરમાં પહોંચાય તો જ કઈ આરામ, ખેરાક ને આવાસને બંદોબસ્ત થઈ શકે. આથી હમ ણ નગરમાં પહોંચી જઈશું; એવી આશાએ સૌ મનને મજબૂત કરીને ડગલાં ભરતાં હતાં. તેવામાં અધવચ્ચે કેતુસેન રડવા લાગ્યું. તેનાથી હવે એક ડગલું પણ આગળ મંડાતું ન હતું. તેમજ તેને સખ્ત ભૂખ લાગી હતી. ભૂખની વેદના તેનાથી સહન નહોતી થતી. આથી તે રડવા લાગ્યો અને ભીમસેનને કહેવા લાગે? પિતાજી! મને ભૂખ લાગી છે. કંઈ ખાવાનું આપ ને? હવે મારાથી ભૂખને લીધે એક ડગ પણ ભરાતું નથી.” બિચારે ભીમસેન ! ક્યાંથી ખાવાનું લાવી આપે ? દ્રવ્ય તો ઘણું બધું ચેરાઈ ગયું હતું. જંગલને રસ્તો હતો અને ગામ તો હજી દૂર હતું. પુત્રને ભૂખથી પીડાતો જોઈ તેનું હૈયું વલેવાઈ ગયું. તેની આંખના ખૂણા ભીના થઈ ગયા. સુશીલાની આંખમાં પણ આંસુ ચમકી ઊઠયાં. આહ ! શું કર્મની ગતિ છે! અને કેટલી બધી એ વિચિત્ર છે? ઈન્દ્ર સરખા દેવતા પણ તેને જીતવા સમર્થ થઈ શકતા નથી. નહિ તો ક્યાં અઢળક સુખ વૈભવમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy