________________ 101 હરિને રાજ્યાભિષેક ગ. પણ હરિપેણ તે એમ જ માનતે હતે હવે ભીમસેનનું આવી બન્યું. હું એને જીવતે જ પકડીને જિંદગીભર કેદખાનામાં પૂરી રાખીશ. તેનાં સ્ત્રી અને પુત્રોને પણ બેડીઓ પહેરાવીશ અને એવી સખ્ત સજા કરીશ કે કયારેક તે મારા સામું માથું ન ઉંચકી શકે. ભીમસેનને જીવતે જ પકડી લેવાના તેરમાં હરિણ ધસમસતો હાથમાં નાગી તલવાર લઈને ભીમસેનના મહેલમાં આવ્યો. પણ ભીમસેન હોય તો નજરે પડે ને? તેણે ચારે તરફ જોયું. મહેલના એકએક ખંડમાં એ જાતે ગુસાથી લાલચોળ બનીને પગ પછાડતો ઘૂમી વળ્યું. પરંતુ ક્યાંય તેને ભીમસેન ન દેખાયો. રાણી અને કુંવરોને પણ પત્તો ન લાગે. ભમરન આમ તેને હાથતાળી આપીને ચાલ્યો ગયે. તેથી તેનો ગુસ્સો આસ્માને ચડી ગયે. તે જોરથી બરાડી ઊઠ. “અરે! કોણ છે અહીં?” સુનંદા થરથરતી ત્યાં આવીને ઊભી રહી અને પ્રણામ કરીને બોલી : “જી રાજ!” તેને જોઈને હરિષણ તાડૂકી ઊઠો : “ભીમસેન કયાં છે? તેની રાણી અને કુંવરે કયાં છે ? સુનંદાએ કંઈ જવાબ ન આપે. તે મૌન બનીને ઊભી ૨હી. હરિ પેણે તરત જ ત્યાં ચોકી કરતા સુભટને બોલાવ્યેઃ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust