________________ ભગવચ્છકરાચાચર ચરિત. શાસ્ત્રમાં કહેલ છે કે મહાન લોકો જેવી રીતનું આચરણ કરે તેવી રીતનું આચરણ બીજા લોકો કરે. શ્રેષ્ટ લોકે જે જે પ્રમાણુ કહી બેસે તેના બીજા લોકો 'અનુગામી થાય. હું કેવળ પ્રક્ષયવશે આપને આ કહું છું આપને કઈ વાત અવિદિત નથી, અને લુપ્ત પ્રાય યતિધર્મનો પ્રચાર કરવા આપ દ્રઢ પ્રતિજ્ઞાવાળા છે. માટે એ ન થાય તો ઠીક ! આ સનંદનના બેલવાની સમાપ્તિએ શંકરે કહ્યું-“વત્સ સનંદન! તું જે કહે છે તે સઘળું સત્ય છે. તોપણ તું સાવધાન થઈ કેટલીક બારી વાત સાંભળ ! સઘળી ગોપ સ્ત્રીઓ, કૃષ્ણની સંગિની થઈ તોપણ જેમ કૃષ્ણનું મનેહરણ તેઓ કરી શકી નહિ. તેમ જે આસામી વૈષયિક પદાર્થ ઉપર વીતરાગ થયો છે તેનું મનોહરણ, વિષયવાસના કરી શકતું નથી. વત્સ ! મનનો સંકલ્પ જ સઘળા અભિલાષના મૂળ છે. શ્રીકૃષ્ણને જેમ સંક૯પ ન- હતો તેથી કામનો આવિર્ભાવ થયે નહિ. તેમ હુંપણુ કામ પદાર્થ. ઉપર કઈ પ્રકારે અનુરક્ત થવાનો નથી. વાસ્તવિક રીતે આપણે કલ્પના કરી જે વસ્તુનું દર્શન કરીએ. તે ઈશ્વરની સત્તા સિવાય બીજું કાંઈ નથી. આ જગત મિથ્યા છે” એમ જાણી હૃદયમાં અનુસંધાન કરી જવાથી પછી કર્મમાં લિપ્ત થવાનું નથી. જેમ સ્વપ્નમાં સઘળાં સુકૃત દુષ્કૃત થાય પણ જાગ્રત અવસ્થામાં તે મિશ્યા. તેમ જ્ઞાન થવાથી આ જગત મિથ્યા. પરમાર્થવિત આસામી સેંકડો અશ્વમેધ યજ્ઞ કરે અથવા હઝારો બ્રહ્મહત્યા કરે પણ તે પુણ્ય પાપથી લિપ્ત થાતો નથી. તત્વજ્ઞાનીને સઘળા કર્તવ બોધ એકદમ અસ્ત્રમિત થાય છે. વર્લ્સઅગર જો કે આ શરીરે કામશાસ્ત્રનું અનુશીલન કરવાથી મને કોઈ રીતનો દોષ નથી. તેપણુ શિષ્ટાચાર અને સાધુ સેવિત પદ્ધતિની રક્ષા સારૂ હું બીજા દેહમાં પેસી કામશાસ્ત્રનું અનુશીલન કરીશ,શંકર એ પ્રમાણે સનંદનને બોલી શિની સાથે એક પર્વત ગુફાની પાસે આવ્યા. તેના સંમુખ પ્રદેશે એક મોટો ચોખંડ શિલાખંડ હતો. તેની પાસે પાણીથી ભરેલું એક જળાશય હતું, તે સ્થાને ઉભા રહી શિષ્યોને વિનીતભાવે બોલ્યા- “હે વિનીત શિષ્યો ! જુઓ. આ જલાશયનું નીર કેવું રમણીય છે? હું બીજાના શરીરમાં પેસી કામકલાને અનુભવ 1 यद्यदाचरति श्रेष्ठस्तभदेवेतरोजनः रायत् प्रमाणं कुरुते लोक dgવતતિ ! માવાતા . . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust