________________ વાર શીમાં પ્રત્યાગમન. 35 સમાજ મુગ્ધ થયો. ત્યાર પછી પદ્મપાદે શંકરને હાસ્ય કરી કહ્યું, " હે ગુરૂ ! આપ અનંતજ્ઞાનના આધાર સ્વરૂપ છે, અને આ જે મહાનુભાવ આવ્યા છે તેની અલૌકિક શક્તિ જોઈ માલુમ પડે છે કે જાણે ખુદવેદ વ્યાસ - આપની પરીક્ષા કરવા આન્યા હોય એમ લાગે છે. ગુરૂ ! જીવલોક,પિતાના સૌભાગ્ય ક્રમે આપના અલભ્ય સંગને પામે છે તેના પક્ષમાં સંસાર સાગર સ્તર થાય નહિ. એ વાત કહી પદ્મપાદ નિરવ થઈ ગયા. શંકરે આગંતુક બ્રાહ્મણને કહ્યું “મહાશય! આપના શુભાગમનથી અમે પવિત્ર થયા. આપ મને કૃતાર્થ કરવા આંહી આવ્યા છે. બોલો! મારું અદ્વૈત ભાષ્ય આપનું અભિમત છે કે નહિ? બ્રહ્મસૂત્રનું ભાષ્ય રચતાં અત્યંત સાહસ પ્રકાશ કર્યું છે. તે માટે મને ક્ષમા કરશે. તેના ઉત્તરમાં આગંતુક બ્રાહ્મણે કહ્યું “થતિવર ! તમારું ભાગ્ય અમને અત્યંત પ્રીતિદાયક લાગ્યું છે. તમે અતભાષ્યનું પ્રણયન કરી જ્ઞાની લોકોને અશેષ ઉપકાર કર્યો છે. તમે ભાષ્ય નિર્માણ કરી સાહસ પ્રકાશ કર્યું નથી. અગર જો કે બ્રહ્મસૂત્ર બીલકુલ દર છે. તથાપિ તમે તેનો સદર્થ કરી સુખબોધ કર્યું છે.તમે ઉત્કૃષ્ટ ગુરૂની પાસે શીખ્યા છે. ગોવિદનાથના શિષ્યના મુખથી અસદવ્યાખ્યા થઈ શકે ? હું તમારું ભાષ્ય વંચી અને તમારો શાસ્ત્રમાં ગંભીર અધિકાર જોઈ બબર સમજ્યો છું, જે તમે સઘળા મીમાંસકોમાં શ્રેષ્ઠ મીમાંસક છે. તમે સાધારણ મનુષ્ય નથી. તમે સદિશ એક અસાધારણ પુરૂષ છે. દિવાકર જેમ અંધકાર રાશી વિરિત કરી આકાશ મંડળમાં પરિભ્રમણ કરે છે તેમ તમે પણ જગતનો મોહાંધકાર દૂર કરવા અહી તહીં વિચરણ કરે છે. અતિવર ! તમે વેદાંત વ્યાખ્યામાં નિરત થાઓ હું યથાભિષિત સ્થાને જાઉં છું. પ્રયાગ તીર્થ ગમન. . આગંતુકનાં વાકય સાંભળી શંકરે કહ્યું “મહારાજ ! જુદા જુદા લોકોએ જુદી જુદી ખરાબ વ્યાખ્યા કરી વેદાંત શાસ્ત્રને કલુષિત કર્યું છે. મેં યથાશક્તિ તેનું સંસ્કાર સાધન કરી અંત મતની સ્થાપના કરી છે. મારૂ કર્તવ્ય હવે શેષ થઈ રહેલ છે. હવે કાંઈ કરવાનું બાકી નથી, આપ થોડા સમય મણિકર્ણિકાની પાસે ઉભા રહે ! હું આપના રૂબરૂ આ 1 બાહલય ભયથી આ સ્થળે વાદ પ્રતિવાદ વિવૃત્ત કરાયો નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust