________________ 18 ભગવચ્છકરાચાર્ય ચરિત. અવલંબન કરવા દઢ સંકલ્પવાળો થયે છે, એ વાત જાણે હું અત્યંત શોકાભિભૂત થઈ છું; તું એકદમ એ બુદ્ધિ છોડી દે! મારું કહેવું માન ! ગ્રહસ્થ થા! પુત્ર પુત્રીવાળો બન ! પહેલાં યાગાદિદ્વારા દેવતાઓને સંપ્રીત કર ! ત્યાર પછી સંન્યાસ ગ્રહણ કર ! હું ભર્ત હીન સ્ત્રી છું, તું જ મારું એકમાત્ર અવલંબન છે. તું મારો ત્યાગ કરીશ ત્યારે હું શી રીતે જીવન ધારણ કરીશ? ભાઈ ! તું શાસ્ત્રજ્ઞ હે પુત્ર પ્રાણાજનનાનો પરિત્યાગ કરવા ચાહે છે ! મારે ત્યાગ કરવાની તને ઈચ્છા થાતાં તારું હૃદય શું દ્રવીભૂત થાતું નથી ! શંકરે શોકાર્તજનનીને એવી રીતનો બહુ વિલાપ સાંભળી. જુદાજુદા ઉપદેશદ્વારાએ તેની સાંત્વના કરી, શંકરે મનમાં ઠીક રીતે વિચાર્યું જે “મારું મન સંસારની કામના રાખતું નથી, અને જનની મારે ત્યાગ કરવા સ મત નથી, હવે જનનીને શી રીતે સમજાવું?. જનનીની અનુજ્ઞા વિના કેવી રીતે સંન્યાસનું ગ્રહણ થાય ત્યાર પછી શંકર, થોડા દિવસ, જનનીની આજ્ઞાની પ્રતીક્ષા કરી રહ્યાં. સન્યાસ. છે. એક દિવસ, શંકર ઘરની પાસે રહેલ નદીમાં અવગાહન કરતા હતા. * એટલામાં એક કુંભીરે તેમના ઉપર આક્રમણ કર્યું, શંકર ઉંચા રવરે જનનીને બોલાવી કહેવા લાગ્યા, " ભયંકર કુંભીર મુખ ફાડી મારા બે પગ ખેંચે છે, હું શું કરું ! મારામાં એટલું સામર્થ્ય નથી કે તેનાથાં અવ્યાહૂતિ પામી એક પગલું પણ મુકી શકું, એ માટે છે જનનિ મારી શીધ્ર રક્ષા કરો, " ભદ્રા, શંકરનો રૂદન ધ્વનિ સાંભળી વ્યાકુળ ચિતે તક્ષણ નદીના તીરે આવી પહોંચી. પુત્રને કુંભીરે આક્રાંત કરેલો જોઈ તેનું હૃદય ફાટી જવા લાગ્યું, તે અશ્રપૂર્ણ નયને બોલવા લાગી “હાય ! મારો એકનો એક પુત્ર ? મારા જીવનનું અવલંબન હું મહાદેવની પુષ્કળ આરાધમાંકરવાથી એ પુત્ર પામી છું, તે આજ મારા દુરદૃષ્ટવશે મૃત્ય ગ્રાસમાં પડે છે. હાય ! હાય ! હવે હું શું કરું ! શા ઉપાયે મારા તનયના જીવનની રક્ષા થાય ? ત્યારે શંકર ઉંચા રવરે બોલી ઉઠયા, " જનનિ ! મારી જીવન રક્ષાનો એક ઉપાય છે, જે હું સમસ્ત વિષયમાં દાસીન્ય રાખી સન્યાસાશ્રમ ગ્રહણ કરું તો આ કૃર જલચર મારા બે પગ છોડી દેશે, એથી તમારી અનુમતિ હોય તો હું સંન્યાસાશ્રમ લઈ શકું, અને મારા જીવનની રક્ષા થઈ શકે.” શંકરની એ વાત સાંભળી P.P.AC. Gunratnasufi M.S. Jun Gun Aaradhak Trust