________________ ભગવછંકરાચાર્ય ચરિત. સ્વરૂપ ચિતન્યજ આત્મા. આમાજ ચિતન્યથી ભિન્ન નથી. જ્ઞાન, સંવિદનું ઐકય છે ત્યારે સઘળા આત્માનું પરસ્પર એકય છે. અને પૂર્ણ ચેતન્ય સ્વરૂપ બ્રહ્મની સાથે જીવાત્માનું પણ જે ઐકય સિદ્ધ છે તે બોલવાની હવે અપેક્ષા શી છે, એ જીવ તથા બ્રહ્મનું ઐકય “તત્વમસિ” ઈત્યાદિ મુતિદ્વારા પ્રતિપાદિત થયેલ છે. આત્માના જન્મ, સ્થિતિ, પરિણામ, વૃદ્ધિ. અપચય, અને વિનાશ એવા પ્રકારના વિકારમાંથી એક પણ વિકાર નથી આત્મા સર્વત્ર સર્વદા દેદીપ્યમાન છે, આત્માજ પરમ આનંદ સ્વરૂપ શાથી કે આમાજ સઘળાને નિરતિશય સ્નેહનું અદ્વિતીય પાત્ર છે. જુઓ આત્માનો પ્રીતિ નિમિતે પુત્ર કલર વિગેરે ઉપર સ્નેહ પેદા થાય છે. બીજાની નીતિ નિમિતે કઈ કઈ કાળે આત્મામાં સ્નેહ રાખે નહિ. વાસ્તવિક રીતે આત્માની આનંદરૂપના અજ્ઞાન સ્વરૂપ અવિદ્યાની પ્રતિબંધકતાથી પ્રતીત થાતી નથી અર્થાત સામાન્ય રીતે પ્રતીત થાય છે પણ વિશેષરૂપે પ્રતીત થાતી નથી. પરબ્રહ્મ ના પ્રતિબિંબ યુક્ત સત્ય રજ અને તમે ગુણાત્મક સત્ વા અસત્ ? રૂપે અનિર્ણય પદાર્થ જે જોવામાં આવે છે તેનું નામ અજ્ઞાન, એ અજ્ઞાન જગતનું કારણ હોઈ પ્રકૃતિ પણ કહેવાય છે. અજ્ઞાનની . આવરણ અને વિક્ષેપ નામની બે શક્તિ છે. જેવી રીતે મેઘ, પરિમાણમાં અલ્પ છતાં દર્શક લોકનાં નયન આરછન્ન કરી બહુ યોજન વિસ્તૃત સૂર્ય મંડલને આચ્છાદિત કરે છે એવું જ્ઞાન થાય છે. તેમ અજ્ઞાન, પરિછિન્ન છતાં પણ જે શકિતદ્વારા દર્શક જનની બુદ્ધિ વૃત્તિને આચ્છાદિત કરી જાણે અપરિછિન્ન આ માને તિરહિત કરી રાખે છે એવી શક્તિને આવરણ શક્તિ કહે છે. અને જે શકિત સહકારે અજ્ઞાન ઉપાદાન કારણુરૂપે જગત સુષ્ટિ કરે છે એ શક્તિને વિક્ષેપ શક્તિ કહે છે. એ અજ્ઞાન વાસ્તવિક રીતે એક છતાં અવસ્થા ભેદે બે પ્રકારનું છે. માયા અને અવિદ્યા વિશુદ્ધ અર્થાત્ રજોગુણ અને તમોગુણદ્વારા અનભિ ભૂત સત્વગુણ પ્રધાન - અજ્ઞાનને માયા કહે છે. અને મલિન અર્થત રજોગુણ વા તમે ગુણ દ્વારા અભિભૂત સત્વગુણ પ્રધાન અજ્ઞાનને અવિદ્યા કહે છે. ઉપર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust