________________ . - શાંકરદર્શન. એ અજ્ઞાન સદસદાત્મક અને અનિવચનીય છે. તેનું પ્રકૃત સ્વરૂપ જાણવાનો કોઈ ઉપાય નથી. એ માયાજ જ્ઞાનને આવરણ કરે છે. સાંખ્યશાસ્ત્રમાં પ્રકૃતિનું પૃથક અરિતત્વ સ્વીકાર્યું છે. અને વેદાં. તમાં માયાનું પૃથફ અરિતત્વ સ્પષ્ટભાવે સ્વીકારેલ નથી, માયા અને બ્રહ્મ જે એક તે વેદાંત સ્પષ્ટ રીતે બોલાયેલ નથી. બ્રહ્મચૈિતન્યમાં માયા છે તેથી અને માયા બ્રહ્મનો સ્વભાવ વા અંશ છે તેથી આ જગત્ બ્રહ્મ ચેતન્યમાં પ્રતિભા છે. ત્યારે સમજાય છે કે માયા જે જગત્નું ઉપાદાન કારણ હોય ત્યારે બ્રહ્મને કેમ ઉપાદાન કારણ કહી શકાય? પણ આ ઠેકાણે એક વાત વિવેકથી જોવાની છે. માયાજ વાસ્તવિક પક્ષે જગતનું ઉપાદાન. પણબ્રહ્મતત્વને સાક્ષાત્કાર થવાથી માયા નિવૃત થાય છે એટલે માયા મિથ્યા પદાર્થ. માયા, બ્રહ્મરૂપ અધિકાને અધિષ્ઠિત એ અવશ્ય રવીકારવું પડશે. તેથી માયા, જગત્નું ઉપાદાન કારણ છતાં, પર્ણ બ્રહ્મજ વાસ્તવિક પક્ષે જગતનું પ્રકૃત ઉપાદાન કારણ થઈ. પડે છે. | કિંતુ આ સ્થળે એક વિષય વિશેષ ધ્યાન આપવાથી સમ'જાશે. આપણે ઉપર કહી આવ્યા છીએ કે બ્રહ્મ અને તેની શકિત માયા અને જગના ઉપાદાન કારણ. પણ ઉપાદાનજ જગરૂપે પ્રકાશિત થાય વા દેખાદે અથવા ઉપાદાન પરિણુત થઈ કાર્ય રૂપે જન્મે, ત્યારે વિચારી જોવાનું છે જે અપરિણામ સ્વભાવ, બ્રહ્મ પણ પરિણામી થઈ પડે છે,શાથી કે બ્રહ્મને જગતનું ઉપાદાન કારણ કહેલ છે તેથી કિંતુ અપરિણામી અવિકારી પૂર્ણ બ્રહ્મનું પરિણામ શી રીતે સંભવ પર હોય ! એ માટે જ વેદાંતદર્શન માં પરિણામ અને વિવર્ત એવા બે ભાગે કાલ્પતિ, સ્વીકૃત કરેલી છે. ઉપાદાન પરિણંત થઈ કાલ્પતિ હોય છે અને ઉપાદાન વિવતિત હેઈ કાલ્પતિ હોય છે આપણે ઉપર કહી ગયા કે માયા અને બ્રહ્મ અને જગન્નાં ઉપાદાન કારણ, એટલે કે માયા પરિણત થઈ જગદાકારે આવિર્ભત થઈ છે અને તેની સંગે બ્રહ્મ વિવતિત થઈ પડે છે. અર્થાત્ જગત્પત્તિમાં માયાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust