________________ 124 ભગવછંકરાચાર્ય ચરિત. બોલો છો તે યથાર્થ સત્ય છે તો પણ આપની રોગ મુક્તિ સારૂ યત્ન કર આવશ્યકતા ભરેલો છે. જેથી આપનું શરીર નિરાપદ રહે એજ અમારું વાંછનીય છે. ' * જલ જંતુ જેમ જલ વિના પોતાનું જીવન ધારણ કરી શકતું નથી તેમ અમે આપના વિના અમારું જીવન ધારણ કરી શકીશું નહિ. સાધુ લકો પરે૫કારના નિમિતે શરીર ધારણ કરી લોકોનો અશેષ ઉપકાર કરે છે. માટે આપના દેહની રક્ષા થાશે તો જગતનો અશેષ ઉપકાર થાશે. માટે કૃપા કરી આપ આપના દેહની રક્ષા સારૂ યત્નશીળ બને કે એમ કહી ગુરૂની અનુમતિ લઈ શિષ્યો વૈદ્યને શોધવા બહાર નીકળ્યા. તેઓ વિચારવા લાગ્યા કે ધનાર્થી કવિઓ અને વિઘો ઘણું કરી રાજના આશ્રયમાં હોય છે, એટલે કોઈ રાજભવનમાં જઈ સારા વૈધને શોધ કરવો ઉચિત છે. એમ વિચારી તેઓએ એક રાજધાનીમાં જંઈ કેટલાક ઉદ્યોની મુલાકાત લઈ તેઓને અભિપ્રાય જણાવ્યો. વૈદ્ય તેઓની સાથે આવી શંકરની રોગમુકિત સારૂ જુદા જુદા ઔષધોપચાર થી ઈલાજ કરવા લાગ્યા. પણ ઔષધોપચારનો એક પણ ઈલાજ ફલદાયક છે નહિ ઘોને સઘળે પ્રયાસ વ્યર્થ ગયો, અને ક્રમે ક્રમે રોગ વધવા લાગ્યો. વઘો, શંકરના શરીરની અવસ્થા જોઈ અત્યંત શોકાતુર થયાં. ત્યારે શંકરે વૈદ્ય લોકોને કહ્યું " હે ચિકિત્સ ! તમે સહુ પાત પોતાના ઘેર જાઓ. મારા રોગનું ઉપશમન કરવા તમે આવ્યા, તેમાં ઘણા દિવસે નીકળી ગયા. તમારા સગા કુટુંબીઓ તમારી રાહ નેઇ બેઠા હશે. વળી. હવે તમારે જવામાં અધિક વિલંબ થાશે તે તમે જે રાજાના આશ્રિત છો તે રાજા તમારા ઉપર કૂદ્ધ થાશે અને તમારી વૃત્તિ તે બંધ કરી દેશે શાથી કે રાજાઓનું શાસન : બીલકુલ અલંધ- નીય છે તમારી જગોએ બીજાને નીમી તે રાજા પોતાનું કામ લેશે એમ ભાલમ પડે છે. જે દેશમાં વૈદ્ય ન હોય તે દેશમાં રોગની પીડાનું પ્રાબકય હોય છે અને તે દેશમાં રોગાક્રાંત લોકોની સંખ્યા પણ અધિક હોય છે. જે સધળા રોગીઓ તમારી ચિકિત્સાના આધીન હશે તે સઘળા રોગીઓ આપના વિના અત્યંત દુ:ખ ભોગવતા હશે અને જેમ બપૈયા મે. -ધની વાટ જોઈ રહે છે તેમ તે દરદીઓ આપની વાટ જોઈ બેઠા હશે. મનુષ્યોને પ્રથમ પિતા થકી જન્મ થાય છે. પણ જનમેલા માણસની 'દેવરક્ષાનો ભાર વૈદ્યના હાથમાં હોય છે વિદ્ય લોકો સામાન્ય માણસ નથી . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust