________________ 122 ભગવરછંકરાચાર્ય ચરિત. -એવા સમાચાર ચારે તરફ ફેલાયાથી ઍહત મતાવલંબીઓ અત્યંત અ. " સહિષ્ય થઈ પડયા. તેઓ અનેક એકઠા થઈ શંકરની પાસે આવી તેની સાથે વાદ વિવાદ કરવા લાગ્યા. તેઓ પ્રથમ જનમતની સવિસ્તાર વ્યા ખ્યા કરી છેલ્લા * તમે મોક્ષ સાધનના ઉપાય સ્વરૂપ, જીવ, અજીવ, અપ, આશ્રય, સંવર, નિર્જરા અને બંધ એવા રાત પદાર્થનો વીકાર કરતા કેમ નથી, એ પદાર્થના રહસ્યને માહતગાર નથી તેના પક્ષમાં કોઈ દિવસ મુકિતની સંભાવના નથી શંકરે તે ભળી થોડું હાસ્ય કરી તેઓના ધમમત ઉપર દોષારોપ કર્યો. બંને પક્ષમાં ભારે તર્ક વિતર્ક ચાલ્યા. ઘણો વખત વાદ વિવાદ ચાલતાં આહંતનો સપ્તમ ગી ન્યાય અથવા સ્યાદવાદ ખંડિત થયો; અને તેમ થવાથી તેઓ પરાજીત થયા. શંકરે, તેઓની સાથે વિવાદકાળે અત્યંત શિષ્ટ ભાષાનું અને અત્યંત શિષ્ટ નતિનું અવલંબન કર્યુ હતું. તેના મનમાં વિરક્તિ. પેદા થાય એવાં છ વાગ્યે શંકરે વાપર્યા નહતાં ત્યાર પછી માધ્યમિક સંપ્રદાયના બદ્ધ 'પંડિત આવી તેની સાથે વિવાદમાં પ્રવૃત્ત થયાં, પણ શંકરે. પ્રદીપ્ત પ્રતિભાના બળે તેઓને પરાજય કર્યો, એવી રીતે આહંત અને બાઇને ગર્વ. ચૂર્ણ કરી શંકર બાહલીક દેશને પરિત્યાગ ફરતાં ફરતાં પવિત્ર નેમિપારણ્યમાં આવ્યા. એ ક્ષેત્ર અત્યંત પ્રસિદ્ધ અને પ્રવિત્ર છે. એ સ્થળે તે સમયે અનેક વિદ્વાનો અને સાધુઓ વસતા હતાં. શંકર પ્રથમ ગામતીમાં સ્નાન કરી શિખ્ય લોકો સાથે એક ઠેકાણે રહેવા લાગ્યા. શંકરના આગમનની વાર્તા પ્રચારિત થઈ, અનેક દાર્શનિક પંડિતો શંકરની પાસે આવ્યા. ક્રમે ક્રમે શંકરની સાથે તેઓનો વિવાદ થયો. છેવટે ત્યાંના સઘળા ડિત શંકરની પાસે શાસ્ત્રવાદમાં પરાજય પામી શંકરના મતમાં આવ્યા. શંકર, નૈમિષારણ્યમાં અતિ મતને પ્રચાર કરી શિષ્યો સાથે પ્રા ગુજર્યોતિષ દેશમાં આવ્યા, તેઓ ભમતા ભમતા થોડા સમયમાં કામરૂપ દેશમાં આવી પહોચ્યા. તે ઠેકાણે અભિનવગુપ્ત નામનો એક પંડિત વસ હતો તેણે બ્રહ્મસૂત્ર ઉપર " શાક્તભાવ " બનાવ્યું હતું. તેની સાથે પ્રથમ શંકરનો વિવાદ ચાલ્યાં. કેટલાક દિવસ પછી શંકરે અભિ નિમિષારણ્ય અતિ પ્રાચિન પુયસ્થાન છે અહી કાળનો પ્રવેશ કરવાનો અધિકાર નથી રૂપિઓનાં બાલવાથી આવી સિાની મુનિએ એ સ્થાને મહાભારતનો પાઠ કર્યો હતા તે અાવ્યા પ્રદેશની આ દર ગોમતી તીરે આવેલ છે. ૨ાગતિષનું નામ આસામ 3 કામરૂપનું નામ કામદેશ તે મહાતીર્થ વ્ર ' હાપુત્ર નદીના નીર આવેલ છે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust