________________ દિગ્વિજય યાત્રા 11 પ્રભુ ! તે હાલ વિમાન નથી. પ્રમાદવશે અપહત થયાં છે.” શંકરે કહ્યું " આપ એ સારૂ દુ:ખીત થાઓ નહિ. આપ એ ત્રણ નાટકો લખો હું બોલું છું.” ત્યાર પછી શંકર અવિકલ એ ત્રણ નાટકો બેલી ગયા અને રાજશેખર તે લખી લઈ વિસ્મિત થયો, અને તેની સાથે અત્યંત હર્ષ પામ્યો. ત્યાર પછી જતી વખતે કૃત્તાંજલિત થઈ બોલ્યો. " પ્રભુ ! હરકોઈ કામ કરી દેવા આપ મને આજ્ઞા આપો! શંકરે કહ્યું ”નૃપવર ! મારે આપની પાસે કાંઈ પ્રાર્થનીય નથી. રાજા, રાજશેખર શંકરના ચરણે પ્રણિપાત કરી પોતાની રાજધાનીમાં આવ્યો. दशम अध्याय. દિગ્વિજય યાત્રા ત્યાર પછી શંકર, પદ્મપાદ, હસ્તામલક, સમિત્પાણિ, ચિદિલાસ, જ્ઞાનકંદ, વિષ્ણુગુપ્ત, શુદ્ધકાર્તિ, ભાનુમરિચિ, કૃષ્ણદર્શન, બુદ્ધિવિરંચિ, પાદશુદ્ધાંત, આનંદગિરિ, વીગેરે બહુ વિખ્યાત જ્ઞાની શિષ્યોને સાથે લઈ દિગ્વિજયના સારૂ બહાર પડયા. જ્યારે શંકરે, દિગ્વિજય સારૂ યાત્રા કરી ત્યારે તેમનું નામ સર્વત્ર પ્રચારિત્ત થયું હતું. ભારતવર્ષના દૈતવાદી લોકો પ્રત્યેક સંપ્રદાય તેમનો પ્રતિષી હતો. તાંત્રિક લોકો શંકરને શત્રુ ગણી. અત્યંત વિવપરાયણ હતા. એવી અવસ્થામાં એ સઘળા સંપ્રદાયની સાથે મતના સંઘર્ષ વડે શારિરિક સંઘર્ષ થાય એ વાત અસંભવિત નથી. તે માટે શંકરનો પરમ ભકત રાજા સુધન્વા પિતાના અનુચરો સાથે સહાયના માટે શંકર દેવને અનુગામી થયે. શંકર, ફરતાં ફરતાં, પ્રથમજ મધ્યાજુન નામના સ્થાને આવ્યા, એ થાને શક્તિ ઉપાસનાનું છલ કરી અનેક લોક મદ્યપાન કરતા હતા. શંકરની સાથે ત્યાં શાકત લોકોને વિવાદ થયો. એ શાસ્ત્રવાદ જેવા અનેક લોકો એકઠા થયા. એમ કહેવાય છે. કે શંકરે મધ્યાન નામના શિવમંદિરમાં જઈ કેટલાક દેવ દેવીઓની મૂર્તિ જોઈ. કાળી, તારા, ષોડશી, ભુવનેશ્વરી, ભરવી, છિન્નમસ્તા, ધુમાવતી બગલા, માતંગી અને કમલા એવી દશ મહા વિદ્યા, એ શિવમૂર્તિની ઉપાસના કરે છે એમ ત્યાં જોયું. શંકરે કૃત્તાંજલિત થઈ ભક્તિપૂર્ણ હદયે 1 ભગવાન શંકરાચાર્ય એ સુધન્યાનું નામ પિતાના ભાગ્યમાં લખ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust