________________ ભગવચ્છકરાચાય ચરિત. જુદી જુદી જાતની યુકિતઓથી ઈશ્વરનું નિરાકરણ કર્યું છે. તેના મનમાં કર્મ જ સ્વર્ગ નરક વગેરેનું ફળ આપનાર છે. કમ શિવાય ઈશ્વર નથી એવો તેને પ્રકૃત્તિ મત છે. જન્મથી કર્મનિરત મંડન મિશ્ર, આપની આજ્ઞા લઈ આપના ભાષ્યનાં વાર્તિક કરશે તે તે કર્મકાંડથી ભરેલાં થાશે. વળી જુઓ ! મંડનમિ., બુદ્ધિ પૂર્વક સન્યાસનું અવલંબન કર્યું નથી. એણેતા વાદમાં પરાસ્ત થઈ આપનું શિષ્યત્વે સ્વીકાર્યું છે. એથી મંડનમિશ્ર અ મારા વિશ્વાસપાત્ર નથી. ઘણું કરીને જે ભદપાંદનાં મતના અનુગામી છે તે કર્મકાંડના પક્ષપાતી હોય છે. ભટ્ટપાદનો મનવાળા કહે છે કે " કર્મ શિવાય બીજો કોઈ ઈશ્વર નથી " આવી રીતની હકીકત છે તો આપને તેમાં જેવું રૂચે તેવું ખરું, અમારે એ વિષયમાં કઈ રીતેને આગ્રહ નથી. અમે જાણીએ છીએ કે સનંદન આપનાં ઉપર બેહદ ભક્તિભાવ છે. આપે જ્યારે બદરિકાશ્રમમાં રહેવાના સમયે શુર નદીના પરપારથી સનંદનને બોલાવ્યા ત્યારે ખુદ ભાગીરથીએ પ્રસન્ન થઈ સનંદનના પ્રત્યેક પાદક્ષેપ નીચે સુવર્ણ પદ્મો વિકસિત કરી દીધાં અને મહાત્મા સનંદન તે સઘળાં વિકસિત કમલ ઉપર ચરણુ મુકી આપની પાસે હાજર થયા હતા. તેથી આપ તેના ઉપર પરિતુષ્ટ થઈ તેને પદ્મપાદના નામથી બોલાવ્યા. સનંદન સ્વભાવિક સિદ્ધ પુરૂષ છે. એથી કેવળ સનંદનજે આપના સૂત્ર ભાષ્યનાં વાર્તિક કરવા સમર્થ છે. અથવા આ આનંદગિકી અપનો સૂપ ભાષ્યનાં વાર્તિક કરે. શાથી કે એ મહાત્માએ બહુકાળ તપસ્યા કરી આ ત્મ સાક્ષાત્કારને લાભ કર્યો છે. એના જેવા તત્વજ્ઞાનીના હાથમાં જ એવા ગ્રિંથની રચનાનું કામ ઍપવું જોઈએ. સનંદને ચિતસુખનાં વચનો સાંભળી કહ્યું. “હે પ્રભુ હસ્તામલક આપના ભાષ્યની વૃત્તિ કરે, શાથી કે યોગબળે તે આપના સઘળા સિદ્ધાંતના વાકેફગાર છે. " સનંદનની એ વાત - ભળી શંકરે કાંઈક હાસ્ય કરી બોલ્યા " તમે જે બોલે છે તે યથાર્થ સત્ય છે હસ્તામલકને સંપૂર્ણ આત્મબોધ થયો છે એ સાચું, પણ હરતામલક સર્વદા સમાહિત ચિત્તવાળો હોવાધી તેની બાહ્ય વિષયે કોઈ જાતની પ્રવૃત્તિ નથી, એટલે કે જે બાલ્યકાળથી આત્મ પદાર્થમાં લીન છે તે શી રીતે મહા પ્રબંધની રચના કરશે ? પ્રફુલ્લ કમલ વિહારી હંસ, શું કોઈ દિવસ તિલક વૃક્ષ ઉપર રત થાય ખરો ? શંકરની વાત સાંભળી વિનીત શિબ લોકો અત્યંત કૌતુહલ પ્રકાશ કરી બોલ્યા, " હે ગુરૂ ! એ વ્યકિતએ શ્રવણ, મનન, નિદિધ્યાસન વગેરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust