________________ ( 5 ) * તપસ્વિનીએ ઉત્તર આપે:-“અમને સંન્યાસિનીઓને એવી વિદ્યાની કંઇજ જરૂર નથી હોતી.” છતાં રાજકુમારીએ પોતાની ઈચ્છાથી, પરાણે તપસ્વિનીને પરકાયપ્રવેશિની વિદ્યા શીખવી. થોડીવાર રહીને રાજકુમારીએ પૂછયું:–“હે માત ? આપના જેવો કળાવા-વિચક્ષણ અને વીરતાવાળો કયો પુરૂષ મારે ભરથાર થશે એ સંબંધે જે જરા સ્પષ્ટીકરણ કરો તે મને નિરાંત થાય.” તપસ્વિનીના ચહેરા ઉપર આનંદ અને સંતોષનાં ચિન્હ તરી આવ્યાં. સમાધિનો થડે બેટે ડાળ અને જ્ઞાનદ્રષ્ટિ વડે જાણે માંડ માંડ ભવિષ્યના અંધકારમાં નિહાળતી હોય તેમ કહ્યું –“હે રાજકન્યા ! તમારું ભાગ્ય તો ભારે ઉજળું દેખાય છે. થોડા દિવસની અંદર જ તમને ખુબ રૂપ–કાંતિ અને ગુણના સમુહરૂપ ભત્તર મળવો જોઈએ.” " << પણ તેની પ્રથમ નિશાની શી રીતે જાણવી?” રાજકુમારીએ એક ઉત્સુક નારીને શોભે તેવી જીજ્ઞાસા દર્શાવી. - “હે સુલોચને? તમારો એ ભવિષ્યને ભત્તર, તમાં Raa જ માળી મારફતે તમને ઘેર બેઠા પુષ્પની કાંચળી પહોંચાડશે. એ નિશાની ઉપરથી જ તમારે જાણી લેવું કે તમારે ભાગ્યવિધાતા હવે થોડા જ વખતમાં તમને આવી મળશે.” એ પ્રમાણે કહી તપસ્વિનીએ પોતાના ઉતારે જવાની ઈચ્છા દર્શાવી. પરંતુ રાજકુમારીને તપસ્વિનીની વાતમાં એવો તે Jun Gun Aaradhak Trust . P.P. Ac. Gunratnasuri M.S.