________________ રસ પડતો હતો કે તે વારંવાર અતિ આગ્રહ કરી. તેમને ત્યાં ને ત્યાંજ રહેવાની પ્રાર્થના કરવા લાગી. તપસ્વિનીએ પિતાની. સ્થિતિ સ્કૂટ કરતાં કહ્યું કે;–“અમારાં જેવાં તપસ્વીઓએ સંસારીઓનો સહવાસ વધારે પડતો ન રાખવો જોઇએ:– સ્ત્રી પીયર નર સાસરે, સંજમિયા સહવાસ; પગ પગ હેય અળખામણાં, જે માંડે થિરવાસ. . સ્ત્રી જે પોતાના બાપને ઘેર–પયરમાં લાંબો વખત રહે, પુરૂષ પોતાના સાસરે પડી રહે અને સંયમીઓ એક સ્થળે થિર થઈને વસે તો પગલે પગલે તેમનું અપમાન થાય. અંતે રાજકુમારીની રજા લઈ, બહાર નીકળી, તપસ્વિનીનું રૂપ ત્યજી દીધું અને અંબડના સ્વાભાવિક વેશમાં દેવપત્તન પહોંચ્યા, ત્યાં રાજાનો એક માળી રહેતો હતો અને તેને દેમતી નામની એક ઘણું જ કુશળ પુત્રી હતી. અંબડના અતિ સુંદર રૂપ ઉપર દેમતી મુગ્ધ બની એટલું જ નહીં પણ પિતાની માહિનીવિદ્યાના પ્રતાપે તેણે નગરજનોને મંત્રમુગ્ધ જેવા બનાવી દીધા. દેમતીની માતા પિતાની પુત્રીના મનભાવ સમજી આંબડ પાસે આવી કહેવા લાગી કે–“હે પ્રતાપી પુરૂષ ! આપને જોતાં જ–પ્રથમ દર્શને, મારી પુત્રી આપને પિતાનું સર્વસ્વ અપી ચુકી છે, માટે જે આપ કૃપા કરીને તેનું પાણિગ્રહણ કરે તો અમારે ઉદ્ધાર થાય.” આંબડે તે માગણી સ્વીકારી લીધી. કારણ કે આ માળીની પુત્રી તેને પેતાની ઉદ્દેશસાધનામાં ઘણી રીતે ઉપયેગી થાય તેમ હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust