________________ . * એક દિવસે માળીની પુત્રીએ અંબડને કહ્યું:–“રાજા અને નગરના બધા માણસે આશ્ચર્યમુગ્ધ બની જાય એ કઈક પ્રયાગ કરી બતાવો તે તમારા ચમત્કાર જોઈ લો નમસ્કાર કરવા પ્રેરાય.” અવસર આવે એ બધું બની રહેશે.” આંબડે દુકામાં જ જવાબ આપે. બીજે દિવસે માળણ, ફલના હારતોરા લઈ રાજસભામાં જતી હતી. તે વખતે અંબડે તે હાર જેવા માગ્યા. પછી જાળવીને એ હારની અંદર મંત્રેલું ચૂર્ણ નાખ્યું અને હાર પાછા સોંપતાં કહ્યું - “આ હારમાં એક તું રાજસભામાં જઈ ખુદ રાજાને આપજે, અને બીજો હાર પ્રધાનને આપજે.” માળણે રાજસભામાં જઈ રજના નિયમ પ્રમાણે એકહાર રાજાને અને બીજો હાર પ્રધાનને આવે એટલે તેમણે પિતાતાના હાર માથે ચડાવ્યા અને તેની સુંદર સુવાસ લઈ આનંદ પામ્યા. ' ફુલહાર આપી માલણ પિતાને ઘેર આવી. આંબડે બીજું થોડું ચૂર્ણ મંત્રી થોડું થોડું ચૂર્ણ, રાજાના, પ્રધાનના અને નગરના કિલ્લાની ઉપર નાખ્યું. એ મંત્રેલા ચુર્ણના પ્રતાપથી અંતઃપુરનો ગઢ, પ્રધાનના મહેલનો ગઢ અને નગરની આસપાસના કિલ્લો, પવનમાં જેમ વસ્ત્ર ફરકે તેમ એકાએક ધ્રુજવા લાગ્યા. કીલ્લાઓને કંપતા જોઈ નગરજનો વિગેરે ભય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust