________________ ( 98). પામી ઘરમાં સંતાઈ ગયા અને નગરમાં ચારેકોર હાહાકાર વિશી ગયો ? તેઓ અંદર અંદર વાતો કરવા મંડ્યા કે: ખરેખર, આ નગર ઉપર ભૂત, પ્રેત, યક્ષ કે રાક્ષસને કેપ ઉતર્યો છે, કાંતે નગર ઉજજડ થઈ જશે અને કાંતો આખું નગર ભૂગર્ભમાં સમાઈ જશે.” કાઈ ડાહ્યા માણસે કહ્યું - " આપણે અંદર અંદર બડબડ્યા કરીએ તે કરતાં રાજાજી પાસે જઈ ફરીયાદ કરીએ તે આ દેવી આફતમાંથી બચવાને કઈકે માર્ગ મળી આવે. બાકી ભયથી ઘરમાં ભરાઈને બેસી રહેવાથી કઈ અર્થ નહીં સરે.” .' આ દરખાસ્ત ઘણું સુજ્ઞજનોના ગળે ઉતરી. તેમણે રાજા પાસે જઈ ફરીયાદ કરી કે –“રાજા ! આ ઉપાધિમાંથી અમારું રક્ષણ કરો ! અમે આ પ્રકંપથી ગભરાયા જેવા થઈ ગયા છીએ.” નગરજનોની પ્રાર્થના સાંભળી, રાજા તેનો ઉત્તર આપે તેટલામાં તો રાજા અને પ્રધાન બન્ને જણાં, પેલા ચુર્ણના પ્રભાવથી મૂછિત થઈ નિશ્વેટ જેવા બની ગયા. નગરવાસીઓની અનાથદશા ઓર વધી પડી. જેમની પાસેથી રક્ષણની આશા રાખતા હતા તેજ રાજ–પ્રધાનની આવી દુર્દશા નિહાળી તેઓની નિરાશા પારવિનાની વધી ગઈ. વૈધ-હકીમ–ભૂવા-ઓઝા વિગેરેને બોલાવી ઘણા ઘણા ઉપચાર કર્યા. પણ સ્થિતિ ન સુધરી. બીજે દિવસે રાજા અને પ્રધાન શીયાળની જેમ ભયાનક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust