________________ ( 9 ). કીકીઆરી પાડી પિતાની અનાથદશા પિકારવા લાગ્યા. ત્રીજે દિવસે તે બન્ને નાગાં થઈ નૃત્ય કરવા લાગ્યાં અને ચોથે દિવસે કીચડ તથા ધૂળમાં આળોટતાં ભારે કઠેર સ્વરે ભસવાનું શરૂ કર્યું. પાંચમે દિવસે એક ભાનભૂલેલાની જેમ મૃદંગ બજાવી બેસુરા તાન આલાપવા લાગ્યા અને છઠું દિવસે પરસ્પરને ભેટી અતિ કરૂણહરે પોક મુકીને રડવા લાગ્યા. - સાતમે દિવસે અંબડે માળણને પૂછયું:–“ગામમાં નગરજનોની શી દશા છે?” માળણે સારા યે શહેરમાં વ્યાપેલી વ્યાકુળતા અને ગમગીનીનું હૈયાફાટ વર્ણન કર્યું. છેવટે ઉમેર્યું કે –“હવે કૃપા કરીને જે આ બધો ઉપદ્રવ શાંત કરે તો નગર ઉપર આપને મોટો ઉપકાર થાય. લેકે આપનો ચમત્કાર જોઈ, મૃત્યુથી માણસજાત બીએ તેમ હેબતાઈ ગયા છે.” પછી અંબડે કિલ્લાઓની સામે ઉભા રહી એક એવો મંત્ર ઉચ્ચાર્યો કે તે જ ક્ષણે કીલ્લા, હતા તેવા–પર્વતની જેમ અચળ બની ઉભા રહ્યા. લેકે પણ સમજી શકયા કે–આ પુરૂષ કોઈ સામાન્ય કેટીને નથી–ખરેખર જ તે એક સિદ્ધપુરૂષ છે, અને જે તે મન ઉપર લે તો શહેરના તમામ ઉપદ્રવ આંખના એક પલકારામાં ટાળી દે. . - નગરજને અંબડને આજીજી કરવા લાગ્યા કે ––“હે સપુરૂષ! નગર અને રાજા આદિનું રક્ષણ કરો અમને બચાવો!” આંખ તેમને જવાબ આપે:–“તમે ન કહે તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust