________________ (100) પણ તમારા મનની વ્યથા હું બરાબર સમજી શકું છું. મારા ઈસારા માત્રથી બધી બગડેલી બાજી સુધરી શકે તેમ છે. પણ હું તમને પૂછવા માગું છું કે તમે મારા શ્રમના બદલામાં હું માગું તે આપી શકશે ખરા?” લગભગ એક અઠવાડીયાના દુ:ખભારથી કંટાળેલા નાગરિકો સમસ્વરે પોકારી ઉઠ્યા:–“આપ માગશે તે અમે પાતાળના છેક છેલ્લા ખુણામાંથી પણ લાવીને હાજર કરી આપશું. " . * " હું તમને એટલી બધી તકલીફ આપવા નથી માગતો મને તો અર્ધ રાજ્ય અને રાજકુંવરી મળે એટલાથી જ સંતોષ માની લઈશ. અને” પ્રધાન તરફ દ્રાષ્ટ કરી આંબડે ઉચ્ચાર્યું. આ પ્રધાનના ઘરમાં રવિચંદ્ર નામની જે દીવી છે તે પણ મને બદલા તરીકે મળે એવી મારી મનઃકામના છે.” આ માગણું સાંભળી લોકો જ વિચારમાં પડી ગયા. અંબડ તેમની મનોદશા પામી ગયો છતાં પિતાના દીલની નિર્મળતા અને નિખાલસતા સમજાવવા તેણે કહેવા માંડયું કે મારી માગ કદાચ તમને વધારે પડતી ભાસશે, માગણી કરવામાં વિવેક ભૂલી ગયો છું એમ પણ તમારામાંના કેઈને લાગે તો તે સ્વાભાવિક છે. પરંતુ શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે: . धन धान्य प्रयोगेषु विद्या संग्रहणेषुच / . आहारे व्यवहारेच त्यकलज्जः सुखी भवेत् // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust