________________ ( 4 ) શાલ્વે સુનિશ્ચિત્ત ધિયા ચિંતનાં आराधितोऽपि नृपतिः परिशंकनीयः आत्मीयकृतापि युवतिः परिरक्षणीया ___ शास्त्रे नृपे च युवतौ च कुतः स्थिरत्वं ? નિશ્ચલબુદ્ધિવાળા મનુષ્યોએ પણ શાસ્ત્રના અર્થ વિષે એકાન્ત નિર્ણય કરી લેવો ન ઘટે–શાસ્ત્રના અર્થ જેમ જેમ વિચારતા જઈએ તેમ ઉંડું ઉંડું રહસ્ય સમજાવા લાગે. રાજાની ગમે તેટલી મહેરબાની હોય તો પણ તે વિષે હંમેશા નિઃશંક ન રહી શકાય. રાજા કેયારે બગડી બેસશે તે આગનથી કહેવાને કોણ સમર્થ છે? તેજ પ્રમાણે યુવતિ ગમે તેટલી આત્મીય હોય તો પણ તેની સતત્ સંભાળ તો રાખવી જ. કારણકે શાસ્ત્ર, નૃપ અને યુવતિમાં સ્થિરત્વ જેવું ભાગ્યેજ હોય છે. આ પ્રમાણે વિચાર કરી હું ગંગાકીનારે જઈને રહેવા લાગી. ત્યાં તપસ્વીતા સ્વીકારી થોડો સમય વીતાવ્યો. પછી તીર્થયાત્રા કરતાં ફરતી ફરતી આજે અહીં આવી ચડી.” . તપસ્વિનીનું જીવનવૃત્તાંત સાંભળી રેશહિણનું હૃદય પણું સહાનુભૂતિથી દ્રવવા માંડયું. તપશિવની ઉપર તેને મમત્વ ર્યું. પ્રસંગોપાત પોતાના પૂર્વજીવનની ઘટનાઓ વર્ણવી રાજસુતાએ કહ્યું કે:-“આજે તમારા જેવા સત્પાત્રના દર્શન થવાથી હું મને ભાગ્યશાળી માનું છું. મારી પ્રતિજ્ઞા આજે સંપૂર્ણ ફળીભૂત થઈ હોય એમ મને લાગે છે. મારી વિદ્યા આપ અંગીકાર કરે એવી મારી નમ્ર પ્રાર્થના છે. " . Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.