________________ ( 3 ) મરવું, જીભ કરડીને મરવું કે પાણીમાં ડુબીને મરી જવું એવી તર્ક પરંપરા ચાલતી હતી તેટલામાં પાણીથી ભરપૂર એવી એક મિઑોટી વાવ મારા જેવામાં આવી. વાવની ઉપર એક ઘટાદાર વડે છવાઈ રહ્યો હતો. એ વડલા ઉપર ચડી પેલી વાવમાં પડતું મૂકવા જઉં છું એટલામાં પાછળથી અકસ્માત્ કોઈએ આવી મારો હાથ પકડે. પાછળથી હું જાણી શકી કે મને આત્મહત્યા કરતાં અટકાવનાર આ પણ એક વિદ્યાધર જ હતો અને તેનું નામ કિરણગ હતું. - કિરણવેગ મને અંતરના ઉંડાણમાંથી ચાહે છે એવી પ્રતીતિ થતાં મેં મારી જાત તેમપી દીધી. તે મને પિતાને ત્યાં લઈ આવ્યો અને અમે ભાતભાતની રતિ-કિડા કરી અમારા સુખના દિવસો વિતાવવા લાગ્યાં. પરંતુ બહેન! પુરૂ ને પ્રેમ હંમેશા અસ્થિર હોય છે અને શિકારીની જેમ તેઓ નિત્ય નવા ઉપભેગની શોધમાં જ ફરતા હોય છે એમ આપણે બીન અનુભવી અબળાઓ શી રીતે સમજી શકીએ ? કિરણને હું અત્યાર સુધી મારે પોતાનો માનતી હતી એ માન્યતામાં છેતરાણી. મેં તેને એક બીજી જ સ્ત્રીમાં આશક્ત થયેલ પ્રત્યક્ષ જે. શરૂઆતમાં વિનવણી–પ્રાર્થના-આજીજી વિગેરે કરી તેને સન્માર્ગ ઉપર લાવવાનો પ્રયત્ન કર્યો. પણ તેમાં મને નિરાશા શિવાય બીજું કંઈજ ન દેખાયું આજસુધી હદયમાં વૈરાગ્યરસની જે ધારા મંદમંદપણે વહી રહી હતી તેમાં નવો વેગ આવી મળે. વૈરાગ્ય અને આત્મશુદ્ધિ સિવાય સંસારમાં કઈ કેઇનું સગું નથી એવી પાકી ગાંડ વાળી લીધી. P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust