________________ વાત બીજી એક પણ નથી. એવી હું, પિતાની સારસંભાળ નીચે પાઠશાળામાં જવા-આવવા લાગી. એટલામાં એક દિવસે કોણ જાણે કયાંથી મણિભદ્ર નામના વિદ્યાધરની દ્રષ્ટિ મારી પર પડી. મને જોતાં જ તે મદનપરવશ બન્યો. એક ક્ષણની પણ રાહ જોયા વિના તેણે મને ત્યાંથી એકદમ ઉપાડી, ગનનમાગે વૈતાઢય પર્વત ઉપર ઉતારી, શરૂઆતમાં તેણે ગરી, પ્રજ્ઞપ્તિ નામની બે વિદ્યાઓ મને શીખવી. પછી અમે જેવી લગ્નની તૈયારી કરતાં હતાં તેટલામાં એ મણિભદ્રના પુત્ર સુભદ્રવેગને દુર્બદ્ધિ ઉપજવાથી તેણે પિતાના પિતાનો ત્યાં ને ત્યાં જ જીવ કાઢી લીધો. આથી વિદ્યાધરોના સમાજ વચ્ચે હાહાકાર મચી ગયો. સુભદ્રવેગે પિતાના પૂજ્ય પિતાનું ખન કર્યું તેમાં મારું - રૂ૫ કારણભૂત હતું એમ હું જોઈ શકી. મને મારા પોતાના સંદર્ય અને કામવિકાર તરફ બહુ ભારે તિરસ્કાર છુટ. સુભદ્રવેગ પોતાની નીચ માગણી મારી પાસે રજુ કરે તે પહેલાં જ કિરણગ નામના ત્રીજા એક વિદ્યારે આવી તેને હણી નાખે. એક રૂપલાલસાએ આંખના પલકારામાં કાળે કેર વર્તાવ્યો હું આ દ્રશ્ય નિહાળી ધ્રુજી ઉઠી. બહેન ! એ વખતે મારા હૃદયમાં જાણે દાવાનળ સળગતો હોય એમ જ મને તો લાગ્યું. હવે અહિંથી ક્યાં નાસી જવું અને શું કરું એને વિચાર કરવા લાગી. છેવટે ગમે તે પ્રકારે આત્મઘાત કરી, આ સેંદર્ય અને જીવનને અંત આણ એવો નિશ્ચય કરી, એક મહાન અરણ્યમાં આવીને ઉભી રહી. પૃપાપાત કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust