________________ ( 6 ) તપસ્વિનોનો આ ઉપદેશ રહિણીએ તલીનતા પૂર્વક સાંભળે. આટલી હાની વયમાં, આવા અનુપમ કોમળ દેહને તપશ્ચર્યા વડે બાળી નાખવા આ બાળા કેમ તૈયાર થઈ હશે ? એ શંકાથી રોહિણીના વદન ઉપર ભારે શ્યામતાની રેખાઓ અંકિત થઈ યથાસ્થિત વૃતાન્ત જાણવાની ઈચ્છાથી તેણીએ રિહિણને એ પ્રશ્ન પૂછયો પણ ખરા. પરંતુ તપસ્વિનીએ વાતને ટાળી દેવાની ભાવનાથી કહ્યું કે –“હે રાજસુતે ! મારા વૈરાગ્યનું નિમિત્ત મને ન પૂછો તો બહુ સારું. અમે અમારા પૂર્વાશ્રમની હકીકતને લગભગ પૂર્વજન્મ જેવીજ માનીએ છીએ. એ સંબંધી વધારે આગ્રહ ન કરો એમ ઈચ્છું છું.” આટલું છતાં રાજસુતાએ પોતાનો આગ્રહ ન છે, એટલે 'તપસ્વિનીએ પોતાનો આત્મવૃત્તાંત કહેવા માં - ' " સુરીપુર નગરને વિષે મારા પિતા–સૂરસેન રાજ્ય કરતા હતા. હું તેમને ત્યાં પુત્રી તરીકે જન્મી. બાળપણમાં જ મારી માતા સ્વર્ગવાસ પામી. જે વખતે માતાની ખરેખરી જરૂર હોય તેજ વખતે મારી માતા ચાલી નીકળી તેથી અમારા આખા રાજકુટુંબ ઉપર એક મોટી આફત ઉતરી હોય એમ અમને લાગ્યું - बालस्स मायमरणं, भजामरणं च जूवणारंभे, .. बुढस्स पुत्तमरणं तिन्निवि दुख्खाइ गुरुआई: બાળપણમાં માતા મરી જાય, યુવાનીના આરંભમાં ભાય મરી જાય, વૃદ્ધ વયમાં પુત્ર મરી જાય તેના જેવી દુખદ Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.