________________ જ જમવાનો સમય થવાથી રોહિણીએ તપસ્વિનીને ભોજન સ્વીકારવાની પ્રાર્થના કરી. પણ તપસ્વિનીએ એ પ્રાર્થને મંજુર ન રાખી તેણીએ કહેવા માંડયું કે –“સંસારીઓની જેમ ભેજનો વિલાસ એ અમારે માટે કંઈ આનંદની વસ્તુ ન ગણાય તપશ્ચર્યા એજ અમારા જીવનને મુદ્રાલેખ હોય છે. તપ વિના ધર્મ ન સંભવે દેહદમન સિવાય આમળદ્ધિ અશ. કયવત્ સમજવી અને ધર્મ તેમજ આત્મશુદ્ધિ વિનાનું જીવન એ વસ્તુતઃ જીવન નહીં પણ નરી વિટંબણા જ ગણાય. रम्येषु वस्तुषु मनोहरतां गतेषु रे चित खेदमुपयासि कथं वृथैव पुण्यं कुरुष्य यदि तेषु तवास्ति वांछा, पुण्यर्चिना नहि भवंति समीहितार्थाः રમ્ય વસ્તુઓ વિષેની મનોહરતા જ્યારે ઉડી જાય છે, ત્યારે મુગ્ધ સંસારીઓ ખિન્ન બની વલોપાત કરે છે. પણ એ ખિન્નતા કે વેપાત છેક નકામાં જાણવાં. ખરેખરી રમ્યતા અને મનોહરતા માણવી હોય તો જેમ બને તેમ પુણ્યનો ખુબ સંચય કરે એજ પ્રાણી માત્રનું કર્તવ્ય બની રહે છે. પુણ્ય વિના આ જગમાં કોઈની ઈષ્ટસિદ્ધિ થઈ નથી અને થાય એ સંભવ પણ નથી. અમારાં જેવાં તપસ્વી અને સંયમીઓ માટે તો તપશ્ચર્યા–સંયમ–વૈરાગ્ય એજ શાશ્વત ધન-ઐશ્વર્ય છે. અમને ગમે ત્યાં, ગમે તેવા સ્વાદિષ્ટ ભોજન લેવાં એ ના શેભે. " : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust