________________ તપસ્વિનીના દર્શન વાંછે એ સર્વથા સ્વાભાવિક જ છે. કહ્યું પણ છે કે - હંસા રતિ સરે, ભમરા રજૂતિ કેતકી કુસુમે; ચંદનવને ભુજંગા, સરસા સરસેણ રતિ. - હંસને નિર્મળ સરોવરમાં જ રહેવું ગમે, ભમરા કેતકીના પરાગમાં જ મસ્ત બની રહે, સરપે ચંદનવન મળે ત્યાંસુધી બીજે ન જાય તેમ રસિક માણસને રસિકની સાથે જે આમેદ અને આનંદ મળે છે તે બીજે કઈ સ્થળે ન મળે. - દાસીના મુખમાંથી નીકળેલા શબ્દોએ તપસ્વિનીનું હદય હરી લીધું. તે તત્કાળ પિતાના આસન ઉપરથી ઉઠીને ઉભી થઈ અને રોહિણી પાસે આવી પહોંચી. અંબડે તપસ્વિનીનું રૂપ લીધું હતું એ વાત તો તમે કદાચ નહીં ભૂલી ગયા હો. તપસ્વિનીના વેશમાં અંબડે રોહિણીનું ચિત્ત ચકડોળે ચડાવી દીધું. તપસ્વિનીનાં આછાં અલંકાર, તેજસ્વી મુખમુદ્રા અને નયનમાંથી ઝરતા અમીએ રોહિણી ઉપર એક પ્રકારની જુદુઈ અસર કરી. રોહિણી તેનું સ્વાગત કરવા સામે ગઈ, એટલું જ નહીં પણ ભારે સમાનપૂર્વક એક સુવર્ણમય સિંહાસન ઉપર વિરાજવાની અભ્યર્થના કરી. તપસ્વિનીએ પણ હા-ના કર્યા સિવાય રોહિણીનું સન્માન સાભાર સ્વીકારી લીધું. પ્રારંભમાં પરસ્પરના કુશળ–વર્તમાન પૂછયા બાદ કેટલીક વાતચીત થઈ. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust