________________ ( 88 ) પિલા બ્રાહ્મણ મહારાજના કાને જઈ પહોંચી. તેણે તપસ્વિની પાસે આવી વિનયપૂર્વક પૂછયું: “હે ભગવતિ ! મેં મારા મનમાં જે કાર્યધારી રાખ્યું છે તે સિદ્ધિ થશે કે નહીં ?" " તું એક નવી વિદ્યા મેળવવા અહીં સુધી આવ્યો છે. એમ જણાય છે, પણ તને એ વિદ્યા નથી મળવાની એ ખાત્રીપૂર્વક માનજે.” તપસ્વિનીએ વિપ્રના ભાગ્યનો છેલ્લો ફેસલે કહી નાખ્યો. બ્રાહ્મણને આ ફેસલો સાંભળી ઘણું આશ્ચર્ય થયું. તે એકદમ નિરાશ ન થયો. તેણે ઘણા ઘણા પ્રયત્નો કરી જોયા. પરતુ પુણ્યના ઉદય વિના આખર સુધી એ વિદ્યા ન મળી. પછી તો તે બધી હિમત હારી, પોતાના દેશમાં ચાલ્યો ગયે. કાળક્રમે તપસ્વિનીવાળી વાત રહિણના સાંભળવામાં આવી. તેઓ પોતાની દાસીને આજ્ઞા કરી કે -" ગમે તેમ કરીને પણ એ તપસ્વિનીને મારી પાસે લઈ આવ?” - દાસીએ તપસ્વિની પાસે આવી કહ્યું કે;–“હે માતા અમારી નૃપપુત્રી–રહિણું આપને ઘણું જ સન્માનપૂર્વક સંભારે છે અને આપ ત્યાં પધારો એમ ઈચ્છે છે. આપનાં દર્શન કરવા તે બહુજ ઉત્સુક છે. મારે પોતાને મુખે એ રાજપુત્રીનો પરિચય આપવો એ ઠીક નહીં, છતાં કહું છું રહિણી જેવી રાજકન્યા સંસારમાં બીજી નહીં હોય તે પોતે બધી કળામાં કુશળ છે અને તેથી આપના જેવી કળાવતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust